ETV Bharat / bharat

આંતરરાષ્ટ્રીય વેપાર પ્રતિબંધોના ઇતિહાસ પર એક નજર - આંતરરાષ્ટ્રીય વેપાર પ્રતિબંધો

વિવિધ દેશો વચ્ચે ખાસ પ્રકારના સંઘર્ષના ભાગ સ્વરૂપે આંતરરાષ્ટ્રીય વેપારનો બહિષ્કાર એ કોઇ નવી ઘટના નથી. જે-તે દેશની વર્તણૂંક બદલ તેને શિક્ષા કરવા માટે અથવા તો તેના પર દબાણ લાવવા માટે બહિષ્કારનું શસ્ત્ર ઉગામવવાની પરંપરા ઘણો જૂનો ઇતિહાસ ધરાવે છે.

આંતરરાષ્ટ્રીય વેપાર પ્રતિબંધોના ઇતિહાસ પર એક નજર

author img

By

Published : Jun 26, 2020, 3:18 AM IST

ચીન અને જાપાનના સંબંધોમાં ચીને કરેલા બહિષ્કારને કારણે કડવાશ વ્યાપી ગઇ હતી, જેમાં જાપાનિઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની ચાલબાજીનો સમાવેશ થાય છે.

ચીન તથા જાપાનના સંબંધોમાં બહિષ્કારને કારણે વ્યાપેલી કડવાશની સંક્ષિપ્ત વિગતો

1908માં માર્ચથી નવેમ્બર સુધી – તાતસુ-મારૂ મુદ્દો

1909માં ઓગસ્ટથી ઓક્ટોબર – એનટુંગ-મુકડેન રેલવે કેસ

1915માં મેથી ઓક્ટોબર – સિનો-જાપાનિઝ વાટાઘાટમાં તકરાર.

1919માં મેથી ડિસેમ્બર – શાનટુંગ પ્રશ્ન

1923માં એપ્રિલથી ઓગસ્ટ – ડેરિયન અને આર્થર બંદર પુનઃ પ્રાપ્ત કરવા માટેની ચળવળ

30મી મે, 1925 મુદ્દે મેથી નવેમ્બર.

માર્ચથી એપ્રિલ, 1927 – નાનકિંગ-હેન્કો મુદ્દો

મે, 1928થી લઇને એપ્રિલ, 1929 સુધી – ત્સિનાન બનાવ

1928 અને 1932 વચ્ચેનાં વર્ષો દરમિયાન જાપાન સાથેના તેના સંઘર્ષના અહિંસક શસ્ત્ર તરીકે ચીને ટેરિફ અને બોયકોટનો કરેલો ઉપયોગ જાપાનની ચીજવસ્તુઓની આયાત ઘટાડવાનાં કે પછી જાપાનના હુમલાને નિરૂત્સાહી કરવાનાં ચીનનાં લક્ષ્યો હાંસલ કરવામાં પૂર્ણપણે અસરકારક સાબિત થયો ન હતો.
1930ના દાયકામાં જાપાન-વિરોધી બહિષ્કારને વ્યાપક સમર્થન સાંપડ્યું હતું.
1931-32 -વેનપાઓશાન મુદ્દો
ચીન પર જાપાનની ચઢાઇનના પ્રત્યુત્તરરૂપે 1930ના સમગ્ર દાયકા દરમિયાન ચીન દ્વારા જાપાનની ચીજવસ્તુઓનો અવાર-નવાર બહિષ્કાર.
સેનકાકુ/ડિયાઓયુ ટાપુઓ મામલે સંઘર્ષ થયા બાદ ચીનના ગ્રાહકોએ 2012માં જાપાનનો સંપૂર્ણપણે બોયકોટ કર્યો હતો.

ચીન અને પશ્ચિમી સત્તાઓ ( 1900-1940s)

ચીનના બજારમાં વિદેશી ઉત્પાદનોનો બહિષ્કાર એ ઐતિહાસિક દ્રષ્ટિએ ચાઇનિઝ રાષ્ટ્રવાદના વિકાસ અને મહા સત્તાઓની પજવણીનો ભોગ બન્યાની ભાવના સાથે નિકટતાપૂર્વક સંકળાયેલો મુદ્દો છે. ચાઇનિઝ વેપારીઓ તેમજ વપરાશકર્તાઓ દ્વારા સમર્થિત બહિષ્કારો એ ઓગણીસમી સદીના અંત ભાગથી સિનો-પશ્ચિમી સંબંધોની એક સતત જોવા મળતી લાક્ષણિકતા હતી તથા 1900 અને 1940ના વચ્ચેના સમયગાળા દરમિયાન તે ખાસ જોવા મળી હતી.

મોટાપાયે સૌપ્રથમ રાષ્ટ્રવ્યાપી બહિષ્કાર 1905માં આકાર પામ્યો હતો અને તેમાં અમેરિકન ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તે સમયે ચીન એવો મજબૂત દ્રષ્ટિકોણ ધરાવતું હતું કે, અમેરિકન સરકાર ચીનના સ્થળાંતરિતો સાથે ઉગ્ર અને અન્યાયપૂર્ણ વ્યવહાર કરે છે. 1905ના ઊનાળાની ઋતુ દરમિયાન ચીનનાં મોટાં શહેરોના વેપારીઓએ અમેરિકાનાં ઉત્પાદનોનો વેપાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યાર પછી બીજો એક મોટો બહિષ્કાર 1925-1926માં થયો હતો. આ વખતે બ્રિટનમાં ઉત્પાદન થયું હોય તેવી ચીજોને નિશાન બનાવવામાં આવી હતી.
બ્રિટિશ-વિરોધી આ બહિષ્કાર મુખ્યત્વે દક્ષિણ ચીનમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધરાવતો હતો, તથા તેનો હેતુ ચીન પર બ્રિટનનો રાજકીય પ્રભાવ ઘટાડવાનો હતો.

વિશ્વમાં નાઝી વિરોધી બહિષ્કાર

જર્મનીમાં 5મી માર્ચ, 1933ના રોજ ચૂંટણીઓમાં નાઝી પક્ષના વિવજય બાદ યહૂદી વિરોધી કરવેરાઓ સામે વિરોધસ્વરૂપે, વિશ્વભરમાં વસતી યહૂદી પ્રજાએ ઠેર-ઠેર સામૂહિક રેલીઓ, કૂચ યોજી હતી અને જર્મનીનો સ્વયંભૂ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. પહેલી એપ્રિલના રોજ નાઝીવાદીઓનો નિશ્ચયાત્મક રીતે બહિષ્કાર થયા બાદ આ બહિષ્કાર એક સંગઠિત ચળવળમાં પરિણમ્યો હતો.
20મી માર્ચના રોજ વિલ્નાના યહૂદીઓ દ્વારા બહિષ્કારની ઘોષણા કરવામાં આવી, જેને પગલે યૂરોપમાં બહિષ્કાર ચળવળનાં મંડાણ થયાં અને છ દિવસ પછી વોર્સો (પોલેન્ડ) તેમાં જોડાયું. ટૂંક સમયમાં જ આ ચળવળ સમગ્ર પોલેન્ડમાં પ્રસરી ગઇ તથા યુનાઇટેડ બોયકોટ કમિટી ઓફ પોલેન્ડ દ્વારા તેને એકીકૃત કરવામાં આવ્યું.

બહિષ્કારની આ ચળવળ ટૂંકા ગાળા માટેની હતી, જોકે, જાન્યુઆરી, 1934માં પોલેન્ડે હિટલર સાથે દસ વર્ષના સમયગાળાની બિન-આક્રમકતા સંધિ પર હસ્તાક્ષર કર્યા, જેમાં બહિષ્કારની પ્રવૃત્તિઓની સમાપ્તિ સંધિની પૂર્વ-શરત તરીકે નિયત કરવામાં આવી હતી.

પોલેન્ડના વડાપ્રધાન જોઝેફ પિલ્સુડ્સ્કીના નેતૃત્ત્વમાં જોગવાઇની અવગણના કરવામાં આવી. પરંતુ જૂન, 1935માં, તેમના મૃત્યુના આશરે એક મહિના પછી યુનાઇટેડ બોયકોટ કમિટિ વિખેરી દેવામાં આવી.

ઇંગ્લેન્ડ

ઇંગ્લેન્ડમાં બહિષ્કારની વ્યાપક ચળવળ સૌપ્રથમ 24મી માર્ચ, 1935ના રોજ લંડનના ઇસ્ટ એન્ડ ખાતે યહૂદી ક્વાર્ટરમાં શરૂ થઇ. તેના પરિણામે ઇંગ્લેન્ડ-જર્મની વચ્ચેનો ફરનો વેપાર પડી ભાંગ્યો.
બહિષ્કાર કરનારાં જૂથોમાં કેપ્ટન વેબર બોયકોટ ઓર્ગેનાઇઝેશન, ધી વર્લ્ડ એલાયન્સ ફોર કોમ્બેટિંગ એન્ટિ-સેમિટિઝમ, ધી બ્રિટિશ એન્ટી-વોર કાઉન્સિલ અને એંગ્લો-જ્યૂઇશ કાઉન્સિલ ઓફ ટ્રેડ્ઝ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થતો હતો. જોકે, બોર્ડ ઓફ ડેપ્યુટીઝ ઓફ બ્રિટિશ જ્યૂઝે 1930ના સમગ્ર દાયકા દરમિયાન આ બહિષ્કારનો વિરોધ કર્યો.

રંગભેદની નીતિ વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકાનાં ઉત્પાદનોનો બહિષ્કારઃ 1950ના દાયકાના અંત ભાગમાં દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિ સામે સમગ્ર વિશ્વમાં બહિષ્કારની ચળવળ આકાર પામી.

ઇઝરાયેલનાં ઉત્પાદનો વિરૂદ્ધ આરબ લિગનો બહિષ્કારઃ

બીજી ડિસેમ્બર, 1945ના રોજ નવી રચાયેલી આરબ લિગ કાઉન્સિલ દ્વારા સત્તાવાર રીતે આરબ બોયકોટની જાહેરાત કરવામાં આવી હતીઃ “યહૂદી ઉત્પાદનો અને યહૂદી બનાવટની ચીજવસ્તુઓ આરબ દેશો માટે અવાંછિત ગણવવામાં આવશે.” તમામ આરબ સંસ્થાઓ, સંગઠનો, વેપારીઓ, કમિશન એજન્ટ્સ તથા પ્રજાજનોને “યહૂદી ઉત્પાદનો અથવા તેમણે તૈયાર કરેલી ચીજવસ્તુઓનો વેપાર કરવાનો, તેનું વિતરણ કરવાનો કે તેનો વપરાશ કરવાનો ઇનકાર કરવાની હાકલ કરવામાં આવી હતી.”

અમેરિકા અને ફ્રાન્સ: 21મી સદીમાં 2003માં ઇરાક યુદ્ધ દરમિયાન અમેરિકાએ ફ્રાન્સનાં ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો હતો.

મુસ્લિમ દેશો દ્વારા ડેનિશ ચીજવસ્તુઓનો બહિષ્કારઃ 2006ની મુહમ્મદ કોમિક કટોકટીના પ્રત્યાઘાતસ્વરૂપે મુસ્લિમ દેશો દ્વારા ડેનિશ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

2019માં દક્ષિણ કોરિયા દ્વારા જાપાનનાં ઉત્પાદનોનો બહિષ્કાર

પહેલી જુલાઇના રોજ જાપાને દક્ષિણ કોરિયાના ટેક ઉદ્યોગ માટે અતિ મહત્વનાં એવાં ત્રણ કેમિકલ્સ પર નિકાસનાં નિયંત્રણો લાદી દીધાં હતાં. નિકાસકારોએ દરેક વખતે માલ રવાના કરતાં પહેલાં લાઇસન્સ માટે અરજી કરવાની રહેતી હતી, જે માટે 90 દિવસ સુધીનો સમય લાગી શકે છે. જાપાનની સરકાર અધિક પ્રાથમિકતા ધરાવતા વેપારી વ્યવહાર વિશ્વાસપાત્ર દેશોના તેના ‘વ્હાઇટ લિસ્ટ’માંથી દક્ષિણ કોરિયાને દૂર કરવાની વિચારણા પણ કરી રહ્યું છે.

જાપાનની સરકારના દાવા પ્રમાણે, સમસ્યા એ છે કે, દક્ષિણ કોરિયા હાઇડ્રોજન ફ્લોરાઇડને ઉત્તર કોરિયા તરફ રવાના થતું અટકાવવા પર નિયંત્રણ રાખવામાં નિષ્ફળ ગયું હતું – આ કેમિકલનો ઉપયોગ શસ્ત્રો વિકસાવવા માટે થઇ શકે છે. જોકે, દક્ષિણ કોરિયાએ આ આક્ષેપોને રદિયો આપ્યો છે.

દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે-ઇનએ આ સ્થિતિને ‘ગંભીર પડકાર’ ગણાવી હતી અને દક્ષિણ કોરિયાના હાઇ-ટેક ક્ષેત્રને જાપાનિઝ પુરવઠા પરની નિર્ભરતામાંથી મુક્ત કરવાનું વચન આપ્યું હતું. દક્ષિણ કોરિયાની પ્રજાએ જાપાનિઝ ચીજવસ્તુઓનો પણ બહિષ્કાર કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.