ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી 3 ઓક્ટોબરે અટલ રોહતાંગ ટનલનું લોકાર્પણ કરશે

author img

By

Published : Sep 30, 2020, 1:52 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 3 ઓક્ટોબરે અટલ રોહતાંગ ટનલનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદીની શિમલા મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. આ સાથે કડક સુરક્ષા વ્યવસ્થા પણ બનાવવામાં આવશે. આ ટનલથી ભારતીય સેનાને ખૂબ જ મદદ મળશે. આ સાથે જ આ ટનલ હિમાચલની આર્થિક છબી પણ બદલી નાખશે.

વડાપ્રધાન મોદી 3 ઓક્ટોબરે અટલ રોહતાંગ ટનલનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન મોદી 3 ઓક્ટોબરે અટલ રોહતાંગ ટનલનું લોકાર્પણ કરશે

મનાલીઃ આ ટનલની સાથે ટ્રાઈબલ ટૂરિઝમ, એડવેન્ચર ટૂરિઝમની સાથે સાથે સ્થાનિક લોકોના નસીબ પણ ચમકી જશે. હિમાચલના પ્રખ્યાત પ્રવાસન સ્થળ મનાલી સમગ્ર ઉત્તર ભારતમાં બેસ્ટ ટૂરિઝમ ડેસ્ટિનેશન બનીને બહાર આવશે. હાલમાં હિમાચલની જીડીપીમાં પ્રવાસનનું યોગદાન 6.9 ટકા છે. અટલ ટનલ તૈયાર થઈ જવાથી ટૂરિઝમમાં વધારો થશે. આથી જીડીપીમાં પણ તેમનું યોગદાન વધશે. છ મહિના સુધી બંધ રહેનારી લાહૌલ ઘાટી હવે આખું વર્ષ ખુલ્લી રહેશે. લાહૌલના બટાકા અને અન્ય સ્થાનિક ઉત્પાદનો હવે સહેલાઈથી બજાર સુધી પહોંચી શકશે. આ ટનલ બનવાથી અહીંના સ્થાનિકોએ રોજગાર માટે કુલ્લુ અને અન્ય સ્થળોએ જવું નહીં પડે.

હિમાચલ સરકારના શિક્ષણ પ્રધાન અને લાહૌલ સ્પીતિના ધારાસભ્ય ડૉ.રામલાલ મારકંડાના મતે સૌથી વધારે લાભ ટૂરિઝમ સેક્ટરને થશે. આ અટલ ટનલ પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરશે. હિમાચલ સરકારે રાજ્યમાં વર્ષભરમાં બે કરોડ પ્રવાસીઓ આવે તેવું લક્ષ્ય રાખ્યું છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં પોણા બે કરોડ પ્રવાસીઓ આવી રહ્યા છે. રાજ્યમાં બેસ્ટ ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે મનાલીનું નામ ચર્ચામાં છે.

મનાલી અને નગરમાં હિમાચલ પ્રદેશ પ્રવાસન વિકાસ નિગમના હોટલો સહિત મોટી સંખ્યામાં ખાનગી હોટેલ અને રિસોર્ટ છે. અટલ ટનલ બનવાથી પ્રવાસીઓની સંખ્યા ઝડપથી વધશે. લાહૌલ ઘાટીમાં જિલ્લા મુખ્યાલય કેલંગ સુધી જવા માટે મનાલીથી સુવિધા ઉપલબ્ધ થઈ જશે. મનાલીથી કેલંગ સુધીનું અંતર બે કલાકનું છે. ટનલ બનવાથી 46 કિલોમીટરનું અંતર ઓછું થઈ જશે. હવે મનાલીથી જિલ્લા મુખ્યાલય કેલંગનું અંતર માત્ર 70 કિમીનું થઈ જશે. મનાલીથી લાહૌલ જઈને લોકો હરીફરીને પાછા આવી શકશે.

ખાસ વાત એ છે કે, અટલ ટનલની એન્જિનિયરિંગ આવડતનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે. લાહૌલ ઘાટીમાં શાસુર બૌદ્ધ ગોમ્પા, ડ્રિલબુરી ગોમ્પા જેવા અનેક પ્રવાસન સ્થળ આવેલા છે. આ ઉપરાંત ત્રિલોકનાથ મંદિર અને મૃકુલા માતાનું મંદિર, રાજા ઘેપનનું મંદિર એ લોકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બને છે. ટ્રેકિંગ રૂટ તો પાછા અલગ, જેની સુંદરતા અપરંપાર છે. ચંદ્રાવૈલી, પટ્ટન વૈલી, ગાહર વૈલી અને જિસ્પાના પ્રાકૃતિક સૌંદર્ય પણ અદ્ભૂત છે. આમ તો અટલ ટનલના નિર્માણનું સપનું પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ જોયું હતું, પરંતુ આ ટનલ બનાવવાનું કાર્ય અટલ બિહારી વાજપેયીએ શરૂ કરાવ્યું હતું. હવે આ સપનું નરેન્દ્ર મોદીની સરકારના કાર્યકાળમાં પૂર્ણ થઈ રહ્યું છે. વાજપેયીએ 2 જૂન 2002એ લાહુલ-સ્પીતિના જિલ્લા મુખ્યાલય કેલંગમાં આની વિધિવત્ ઘોષણા કરી હતી. અટલ ટનલના સાઉથ પોર્ટલ સુધી રસ્તો બનાવવાનું કામ પણ વાજપેયીના કાર્યકાળમાં જ થયું હતું. હવે આ વિશ્વની સૌથી લાંબી સુરંગ બનીને તૈયાર છે.

બે લોકોની દોસ્તીમાં એકબીજાને સ્નેહ ભર્યા ગિફ્ટ આપવું એ સહજ વાત છે, પરંતુ એક મિત્ર જ્યારે દેશના વડો બની જાય ત્યારે તેની પાસે ગિફ્ટ માગવામાં આવે તો તે મોટું બની જાય છે, જે રોહતાંગ ટનલના ઉદાહરણથી સમજી શકાય છે. ભારતના મહાન નેતાઓમાં ગણાતા એવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પોતાના કિશોરાવસ્થાના મિત્ર ટશી દાવાએ જે ગિફ્ટ માગ્યું તો તેમને એવું ગિફ્ટ આપ્યું કે જે દેશ માટે વરદાન સાબિત થઈ ગયું. આ ગિફ્ટ રોહતાંગ ટનલના સ્વરૂપમાં બહાર આવ્યું. હવે આ રોહતાંગ ટનલનું 3 ઓક્ટોબરે લોકાર્પણ થશે. આશા છે કે, આગામી ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મનાલીથી લાહૌલ આ જ સુરંગમાંથી જશે. આઝાદી પહેલાથી ટશી દાવા અને અટલ બિહારી વાજપેયી બંને આરએસએસમાં સક્રિય હતા.

વર્ષ 1942માં સંઘના એક પ્રશિક્ષણ શિબિરમાં દાવા અટલ બિહારી વાજપેયીથી મળ્યા હતા. આ શિબિર વડોદરામાં યોજાઈ હતી. આ જ શિબિર દરમિયાન બંનેમાં ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. ત્યારબાદ ટશી દાવાને અટલ બિહારી વાજપેયીને મળવાનો કોઈ મોકો ન મળ્યો. ટશી દાવા લાહૌલના ઠોલંક ગામના રહેવાસી હતી. તેમના મનમાં લાહૌલ ઘાટીની કઠિન જીંદગીને લઈને ખૂબ પીડા હતા. હિમ વર્ષા દરમિયાન લાહૌલ ઘાટી છ મહિના સુધી બંધ થઈ જતી હતી. આથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જતું હતું.

ખાસ કરીને બીમાર લોકોને સ્વાસ્થ્ય સુવિધા મળવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. ક્યારેક તો સ્વાસ્થ્ય સુવિધા મળતી જ નહતી. આવામાં જો લાહૌલ ઘાટીને મનાલીથી સુરંગ સાથે જોડી દેવામાં આવે તો તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ શકતી હતી. આ જ વિચારને લઈને ટશી દાવા પોતાના મિત્ર અને તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને મળવા વર્ષ 1998માં દિલ્હી પહોંચ્યા. ટશી દાવા ઉર્ફ અર્જુન ગોપાલ પોતાના બે સહયોગી છેરિંગ દોર્જે અને અભયચંદ્ર રાણાને સાથે લઈને દિલ્હી ગયા હતા. દાવાએ લાહૌલ-સ્પીતિ અને પાંગી જનજાતીય કલ્યાણ સમિતિનું ગઠન કર્યું હતું. ત્રણ વર્ષ સુધી આ સમિતિએ અટલ બિહારી વાજપેયીને રોહતાંગ ટનલ બનાવવાને લઈને પત્ર વ્યવહાર કર્યો હતો. વડાપ્રધાન વાજપેયી 1998 પછી કેલાંગના પ્રવાસે ગયા હતા અને આખરે તેમણે રોહતાંગ ટનલ બનાવવાની ઘોષણા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.