કનૌજ સીટ જોઈએ તો આજકાલ ઉત્તર પ્રદેશના રાજકારણનું કેન્દ્રબિંદુ છે. આ વખતે કન્નૌજમાંથી 10 ઉમેદવારો મેદાનમાં છે. સમાજવાદી પાર્ટીએ ભૂતપૂર્વ CM અખિલેશ યાદવના પત્નિ ડિમ્પલ યાદવને ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેઓને પડકાર આપવા BJP એ સુબ્રત પાઠક પર દાવ અજમાવ્યો છે. મુખ્ય લડાઈ આ બંનેની વચ્ચે જ હશે.
આ વખતે ઉત્તર પ્રદેશની કન્નૌજ બેઠક પર 10 ઉમેદવારો મેદાનમાં છે. સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ CM અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવને ફરીથી ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, તો BJP એ સુબ્રત પાઠક પર દાવ ખેલ્યો છે. મુખ્ય ટક્કર આ બંને વચ્ચે છે. શિવસેના, ભારતીય વંચિત સમાજ પાર્ટી, રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટી, ઓલ ઈંડિયા ફોરવર્ડ બ્લોક, રાષ્ટ્રીય સમાજ પક્ષ સિવાય 3 સ્વતંત્ર પક્ષ પણ મેદાનમાં છે.
ઉત્તર પ્રદેશના કનૌજ અત્તર નગરી સાથે જ દેશભરમાં રાજકીય રૂપે પણ ઓળખાય છે. કન્નૌજમાંથી સાંસદ બન્યા બાદ ત્રણ કદાવર નેતાઓએ મુખ્યમંત્રી પદ સુધીની સફર કરી હતી. હાલના તબક્કામાં કન્નૌઝ સંસદીય બેઠક સમાજવાદી પક્ષની સૌથી મજબૂત બેઠકોમાંની એક છે. આ બેઠક પર હાલમાં સપાના વડા અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવનો કબ્જો છે. 2014 માં મોદી વેવ હોવા છતાં બીજેપી અહીં કમળ ખીલવી શકયું નહોતું.
આઝાદી બાદ 1952 માં પ્રથમ વખત કન્નૌજ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શંભૂનાથ મિશ્રાએ જીત મેળવીને બાજી મારી હતી. ત્યાર બાદ 1957 માં ફરી ચૂંટાયા અને વર્ષ 1962 માં મૂળચંદ્ર દુબે પરંતુ 1963 માં શંભૂનાથ મિશ્રા ફરી સાંસદ બન્યા. 15 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું જેના પર સમાજવાદી વિચારધારાના જનક ડૉ. રામ મનોહર લોહિયાએ બ્રેક લગાવી અને 1967માં ચૂંટણીમાં કોંગ્રેસના શંભૂનાથ મિશ્રાને બરાબરની ટક્કર આપી સાંસદ બન્યા.
ત્યારબાદ અખિલેશ યાદવે પોતાની રાજકીય ઇનિંગ્સ 2000ના વર્ષમાં કન્નૌઝ સંસદીય બેઠક દ્વારા શરૂ કરી. આ બાદમાં 2004 માં અખિલેશ યાદવ ચૂંટણી જીત્યા અને પ્રથમ વખત તેમણે જીતની હેટ્રિક કરીને ઇતિહાસ રચ્યો પરંતુ 2012 માં UP ના CM બન્યા બાદ તેમણે રાજીનામું આપ્યું. ત્યાર બાદ તેમની પત્ની ડિમ્પલ યાદવ બિનસાંપ્રદાયિક ઉમેદવારની પસંદગી કરીને લોકસભામાં એન્ટ્રી કરી.
2014ના પરિણામ પર એક નજર
સપાના ડિમ્પલ યાદવને 489164 મત મળ્યા
BJP ના સુબ્રત પાઠકને 469257 મત મળ્યા
બસપાના નિર્મલ તિવારીને 127785 મત મળ્યા