ETV Bharat / bharat

દિલ્હી HC આજે 2G કેસ અંગે વહેલી સુનાવણીની માંગ કરતી અરજી અંગે વિચારણા કરશે - Former Union Minister for 2G spectrum case A. Raja

દિલ્હી હાઈકોર્ટ સોમવારે 2G સ્પેક્ટ્રમ કેસના પૂર્વ કેન્દ્રીય પ્રધાન એ.રાજા અને અન્ય આરોપીઓને ટ્રાયલ કોર્ટમાંથી નિર્દોષ છોડવાના નિર્ણયની વિરુદ્ધ સીબીઆઈ અને ઇડી દ્વારા વહેલી સુનાવણી માટે દાખલ કરેલી અરજી પર સુનાવણી કરશે. આ અગાઉની સુનાવણીમાં કોર્ટે તમામ આરોપીઓને નોટિસ ફટકારી હતી. જસ્ટિસ બ્રિજેશ શેઠની ખંડપીઠ આ અરજી પર સુનાવણી કરશે.

etv bharat
હાઇકોર્ટ આજે 2 જી કેસ અંગે વહેલી સુનાવણીની માંગ અંગે વિચારણા કરશે
author img

By

Published : Sep 21, 2020, 1:38 PM IST

નવી દિલ્હી :દિલ્હી હાઈકોર્ટ સોમવારે 2G સ્પેક્ટ્રમ કેસના પૂર્વ કેન્દ્રીય પ્રધાન એ.રાજા અને અન્ય આરોપીઓને ટ્રાયલ કોર્ટમાંથી નિર્દોષ છોડવાના નિર્ણયની વિરુદ્ધ સીબીઆઈ અને ઇડી દ્વારા વહેલી સુનાવણી માટે દાખલ કરેલી અરજી પર સુનાવણી કરશે. આ અગાઉની સુનાવણીમાં કોર્ટે તમામ આરોપીઓને નોટિસ ફટકારી હતી. જસ્ટિસ બ્રિજેશ શેઠની ખંડપીઠ આ અરજી પર સુનાવણી કરશે.

આરોપીને અરજીની નકલ ઉપલ્બધ કરવા સૂચના

31 ઓગસ્ટેે કેસ જ્યારે ન્યાયમૂર્તિ બ્રિજેશ શેઠી પાસે સુનાવણી માટે આવ્યો હતો, ત્યારે તેમણે ઇડી અને સીબીઆઈને તમામ આરોપીઓને અરજીની નકલ પ્રદાન કરવા નિર્દેશ આપ્યો હતો. આ અગાઉ 14 ઓગસ્ટે સુનાવણી દરમિયાન ઇડી વતી એએસજી સંજય જૈને કહ્યું હતું કે આ કેસની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ બ્રિજેશ શેઠી સપ્ટેમ્બરમાં નિવૃત્ત થઈ રહ્યા છે. ઇડીએ કહ્યું હતું કે આ કેસમાં સીબીઆઈ તરફથી દલીલો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ કોરોના સંકટને કારણે આરોપીની દલીલો પૂર્ણ થઈ નથી. આરોપીઓની દલીલો પૂરી થયા પછી સીબીઆઈ અને ઇડીને પણ તેમની વધારાની દલીલો રજૂ કરવા માટે સમયની જરૂર છે. સીબીઆઈ અને ઇડીએ ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકાર્યો છે

આ કેસમાં સીબીઆઈ અને ઇડીએ એ. રાજા અને કનિમોઝિ સહિતના તમામ 19 આરોપીઓને નિર્દોષ છોડવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકાર્યો છે. 25 મે 2018 ના રોજ કોર્ટે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન એ.રાજા અને કનિમોઝી સહિતના તમામ આરોપીઓને નોટિસ ફટકારી હતી. આ જ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની અપીલની સુનાવણી કરતી હાઇકોર્ટે તમામ આરોપીઓને નોટિસ ફટકારી છે.

2017 માં ટ્રાયલ કોર્ટે ચુકાદો આપ્યો હતો

પટિયાલા હાઉસ કોર્ટે 21 ડિસેમ્બર 2017 ના રોજ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ન્યાયાધીશ ઓ.પી. સૈનીએ કહ્યું હતું કે ફરિયાદી પક્ષ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે બંને પક્ષો વચ્ચે પૈસાની લેવડદેવડ થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.