અલગાવવાદી નેતાઓની જાહેરાત બાદ અધિકારીઓએ રવિવારે અનંતનાગ, પુલવામા, કુલગામ, શોપિયાંમાં ઈન્ટરનેટની સેવા બંધ કરી દીધી છે. તથા આ તમામ વિસ્તારોમાં ભારે માત્રામાં પોલીસ તથા સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં આમ તો પહેલાથી ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છએ કેમ કે, આ માર્ગ પરથી અમરનાથ યાત્રીઓ પસાર થઈ રહ્યા છે.
8 જૂલાઈ 2016માં અનંતનાગમાં કોકેરનાગ વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં બુરહાની વાની માર્યો ગયો હતો.
વાનીના મોત બાદ કાશ્મીરમાં અશાંતિ ફેલાવામાં આવી હતી જે ચાર મહિના સુધી તોફાન રહ્યું હતું. આ ઘટનામાં લોકોએ સાર્વજનિક સંપતિને પણ નુકસાન પહોંચાડ્યુ હતું, પોલીસના જવાનોને પણ માર્યા હતાં તથા વાહનોને આગ લગાવી દીધી હતી.
અહીં તે સમયે ભીડ તથા સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં 98 પ્રદર્શનકારીઓના મોત થઈ ગયા હતા. ચાર હજારથી પણ વધુ લોકો પેલેટ ગનના હુમલાને કારણે ઘાયલ તથા અમુક આંધળા થઈ ગયા હતાં.