આ આંદોલન અંતર્ગત આદિવાસીઓએ મોટા મોટા પથ્થર પર સંવિધાનની પાંચમી અનુસૂચીમાં આપેલા આદિવાસીઓના અધિકારોને લખી જમીનમાં ઊભા કરી દીધા હતા. આ આંદોલન ઘણું હિંસક રહ્યું હતું. દરમિયાન પોલીસ અને આદિવાસીઓ વચ્ચે ઘણો સંઘર્ષ પણ થયો હતો.

ઝારખંડ સરકારના પ્રધાન રામેશ્વર ઉરાંવે કહ્યું હતું કે, પત્થલગડ઼ી આદિવાસીઓની સભ્યતા અને સંસ્કૃતિ છે. તેની સાથે મજાક કરવી યોગ્ય નથી. જો કે, આ આંદોલન દરમિયાન લોકોએ ક્યાંક ક્યાંક સંવિધાનનું ખોટું અનુસરણ પણ કર્યું હતું, પણ તેઓ દેશદ્રોહી તો ન જ હોઈ શકે. આદિવાસી હંમેશાથી દેશભક્ત રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જમીનના હકની માગ સાથે આદિવાસીઓએ ગત વર્ષે આ આંદોલન શરુ કર્યું હતું. જેની અસર આ ચૂંટણીમાં પણ જોવા મળી હતી. એવું માનવામાં આવે છે કે, ભારતીય જનતા પાર્ટીને તેનું ઘણું પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે.

આ આંદોલન 2017-18માં ત્યારે શરુ થયું હતું જ્યારે મોટા મોટા પથ્થરો ગામની બહાર હરોળમાં લગાવી ઊભા કરી દીધા હતા. પછી તો આ એક આંદોલનનો ભાગ બની ગયો. તેથી તેને પત્થલગડ઼ી નામ આપવામાં આવ્યું. એવું કહેવાય છે કે, આદિવાસીઓમાં પત્થલગડ઼ીની પરંપરા ઘણી જૂની છે. જેમાં ગ્રામસભા અને અધિકારો તથા જાહેર સૂચના લખવામાં આવતી હતી. વંશાવલી, બાપ-દાદાઓની વિગતો તથા મૃતક વ્યક્તિઓની યાદ પણ તેમા જોવા મળતી હતી.

સરકારે આ આંદોલનમાં સક્રિય તમામ લોકો પર ગુનાહિત કેસ દાખલ કર્યા હતા અને આ કેસ રાજદ્રોહ તરીકેના નોંધાયા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આંદોલનમાં 19 કેસ નોંધાયા છે અને તેમાં 172 લોકોના નામ સાથે આરોપી બનાવ્યા છે.