ETV Bharat / bharat

અખાતમાં ફસાયેલા લોકો બન્યા નિરાધાર - Government diplomacy

અખાતના દેશોમાં ભારતના લાખો કામદારો કામ કરે છે કમાણી કરવાની લાલચમાં લાખો કામદારો વચેટિયાઓ અને એજન્ટોની મારફત અખાતના દેશોમાં પહોંચે છે. સપનાં સાથે ત્યાં પહોંચેલા આ કામદારોની હાલત ત્યાં બહુ કફોડી થતી હોય છે.અત્યારે કોરોના સંકટમાં લાખો કામદારો વિકટ સ્થિતિમાં મૂકાઈ ગયા છે.

અખાતમાં ફસાયેલા લોકો બન્યા નિરાધાર
અખાતમાં ફસાયેલા લોકો બન્યા નિરાધારઅખાતમાં ફસાયેલા લોકો બન્યા નિરાધાર
author img

By

Published : Oct 20, 2020, 2:07 PM IST

ન્યૂઝ ડેસ્કઃ અખાતના દેશોમાં ભારતના લાખો કામદારો કામ કરે છે અને તે દેશોની સમૃદ્ધિમાં વધારો કરવામાં ફાળો આપ્યો છે. સાથે જ ભારતમાં પેટ્રો ડૉલર્સ મોકલીને વિદેશી હૂંડિયામણની આવકનો ફાયદો કરાવતા રહ્યા છે. કમાણી કરવાની લાલચમાં લાખો કામદારો વચેટિયાઓ અને એજન્ટોની મારફત અખાતના દેશોમાં પહોંચે છે. જોકે સપનાં સાથે ત્યાં પહોંચેલા કામદારોની હાલત ત્યાં બહુ કફોડી થતી હોય છે.

સ્થિતિ સારી હતી અને ત્યાંથી પેટ્રો ડૉલર્સ આવતા હતા ત્યાં સુધી સરકારે વિદેશી હૂંડિયામણની કમાણી બદલ આ કામદારોની વાહવાહ કરી હતી. પરંતુ અત્યારે કોરોના સંકટમાં લાખો કામદારો વિકટ સ્થિતિમાં મૂકાઈ ગયા છે ત્યારે સરકારે તેમને નોંધારા છોડી દીધા છે. વિદેશમાં ફસાયેલા આ લોકો વતન પાછા ફરવાની આશા વિના નિરાધાર બેઠા છે.

સરકારે વિદેશમાં કામ કરતા કામદારોની પરવા નથી કરી તેની સામે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જસ્ટિસ રમન્નાની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની બેન્ચે 12 રાજ્ય સરકારો સહિત સીબીઆઈને આ માટે નોટીસો પાઠવી છે. ગલ્ફ તેલંગણા વેલફેર એન્ડ કલ્ચરલ એસોસિએશનના પ્રમુખે આ જાહેર હિતની અરજી કરી છે. તેમણે અનેક મુદ્દાઓ સાથે ભારતીય કામદારોના અધિકારોનું રક્ષણ કરવા માટેની માગણી કરી છે.

અરજદારે માગણી કરી છે કે સરકારે રાજદ્વારી તથા કાનૂની પગલાં લઈને અખાતના દેશોની જેલોમાં સબડતા 8189 લોકો અને ફાંસીની સજા પામેલા 44 લોકોની મદદ કરવી જોઈએ. અખાતમાં કામ કરતાં કામદારનું મોત થાય ત્યારે તેના મૃતદેહને વતનમાં લાવવા માટેની વ્યવસ્થા કરવાની માગણી પણ તેમણે કરી છે. પાકિસ્તાન, શ્રીલંકા, ચીન અને બાંગ્લાદેશની સરકારો સક્રિય રસ લઈને પોતાના કામદારોને વતન પરત લાવવા માટે કાર્યવાહી કરી રહી છે, પણ ભારતની એલચી કચેરીઓ ઉપેક્ષા દાખવી રહી છે તેવી ફરિયાદ કરવામાં આવી છે.

ગેરકાયદે રીતે અભણ કામદારોને અખાતમાં મોકલી આપવામાં આવે છે તે ગુનાખોરી સામે પગલાં લેવા માટે સ્વતંત્ર તપાસ માટે સીબીઆઈની નિમણૂકની પણ માગણી કરવામાં આવી છે. અખાતના દેશોમાં ઘર કામ કરવા માટે ગયેલી મહિલાઓનું ત્યાં શોષણ થાય છે. તેમને ત્યાં ગુલામ તરીકે વેચી દેવામાં આવે છે અને વેશ્યાલયોમાં તેમને વેચી દેવામાં આવે છે. આવી સ્ત્રીઓની મદદ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો તાત્કાલિક મદદ કરે તેવી માગણી પણ કરવામાં આવી છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર અખાતના છ દેશોમાં 85 લાખ ભારતીય કામદારો કામ કરે છે. કેન્દ્ર સરકારે જુલાઈમાં લોક સભામાં જણાવ્યું હતું કે 2016થી 2019 સુધીમાં જુદા જુદા પ્રકારના અત્યાચારની 77,000 ફરિયાદો મળી હતી. તેમાંથી 36 ટકા ફરિયાદો સાઉદી અરેબિયામાંથી આવી હતી. જોકે વાસ્તવિક રીતે મોટી સંખ્યામાં કામદારોનું શોષણ થાય છે ત્યારે તેની સામે થતી આ ફરિયાદોની સંખ્યા નગણ્ય છે.

વિદેશમાં મહેનતાણું ના મળવું, કામદાર અધિકારોનો ભંગ થવો, રહેઠાણ માટેની મંજૂરી ના મળવી, તબીબી સેવા ના મળવી અને મોત થાય ત્યારે વળતર ના મળવું તે સહિતની ફરિયાદો અખાતના દેશોમાંથી સતત મળતી રહે છે. 2014થી 2019 સુધીમાં 34,000 માઇગ્રન્ટ કામદારોના મોત અખાતના દેશોમાં થયા હતા, પણ સરકાર માટે આ કોઈ ગંભીર વિષય હોય તેમ લાગતું નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂન 2016માં કતારની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે ખાતરી આપી હતી કે કામદારોના પ્રશ્નો વિશે ત્યાંના શાસકો સાથે ચર્ચા કરવામાં આવશે. તે પછીય સંખ્યાબંધ ફરિયાદો મળતી રહી છે, જે દર્શાવે છે કે આ ખાતરીની કોઈ અસર થઈ નથી.

વિશ્વભરમાંથી ભારતીયો હૂંડિયામણ વતનમાં મોકલે છે. 2012થી 2017 સુધીમાં કુલ $41,000 કરોડ ડૉલર્સ મોકલાયા હતા. તેમાંથી $21,000 કરોડ ડૉલર્સ માત્ર અખાતના દેશોમાંથી આવ્યા હતા. આવા સંજોગોમાં સરકારની ફરજ બને છે કે આકરી જહેમત કરીને દેશને વિદેશી હૂંડિયામણની કમાણી કરાવી આપતા કામદારોની કુશળતા માટે પ્રયાસો કરવામાં આવે.

કેન્દ્ર સરકારે ગત ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં 29 ગેરકાયદે એજન્સીઓ કામ કરે છે. અખાતની કમાણીના સપનાં દેખાડી છેતરપિંડી કરનારી આવી એજન્સીઓની સંખ્યા મહારાષ્ટ્ર, પંજાબ અને દિલ્હીમાં વધીને 85 થઈ ગઈ હતી. રાજ્ય સરકારોએ આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સક્રિય થવું પડે, જ્યારે કેન્દ્ર સરકારે એવી મજબૂત વ્યવસ્થા કરવી પડે કે જે દેશોમાં ભારતના કામદારો જતા હોય ત્યાં કામદાર અધિકારોનું બરાબર પાલન થાય. આવું થશે તો જ સલામત અને સફળ માઇગ્રેશન કામદાર વ્યવસ્થા ઊભી થઈ શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.