'મહાલક્ષ્મી એક્સપ્રેસ' ઠાણે જિલ્લાના બદલાપુર પાસે ફસાઈ ગઈ હતી. મૂશળધાર વરસાદને કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઠીક 14 વર્ષ પછી મુંબઈમાં પડેલ ભારે વરસાદથી વાહનવ્યવહાર મોટા પ્રમાણમાં ખોરવાય ગયો છે.
આ જ દિવસે 14 વર્ષ પહેલા પણ મુંબઈ ભારે વરસાદની લપેટમાં આવી ગયું હતું જેને કારણે શહેરમાં તબાહી મચી ગઈ હતી. સાથે જ ઘણા લોકો મૃત્યુ પામ્યાં હતા અને જનજીવન ખોરવાયું હતું.