હૈદરાબાદના ભારે વરસાદમાં કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. શુક્રવારના રોજ ધોરધમાર વરસેલાં વરસાદના કારણે હુસેન સાગર જીલ વિસ્તારમાં રહેતાં 200 ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યાં હતા. જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ભારે વરસાદના કારણે શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શુક્રવારની રાત્રે ગુડીમલ્કાપુર, રેડ હિલ્સ, નામપલ્લી, સિંગાર કોલોની અને જુબલી હિલ્સ સહિતના વિસ્તારોમાં 10 સેમી વરસાદ નોંધાયો છે.