હવામાન વિભાગે ફરી એકવાર બિહારના હવામાનમાં ફેરફારની આગાહી કરી છે. પટણા સહિત મધ્ય બિહારના તમામ જિલ્લાઓમાં વરસાદને લઈને વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 48 કલાકમાં વરસાદ પડી શકે છે.
બિહારમાં વરસાદ ખતરનાક બની રહ્યો છે. તમને જણાવી દઈએ કે, બિહારમાં પૂરને કારણે 73 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પૂરના કારણે પટનામાં સૌથી વધુ અસર થઈ છે. પૂરના પાણીને ઘટાડવાના તમામ દાવા છતાં પણ શહેરમાંથી પાણીની સપાટી હજુ સુધી ઓછી થઈ નથી.
![બિહારમાં પૂરની પરિસ્થિતી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4635399_bi.jpg)
પટણાના રાજેન્દ્ર નગર અને પાટલીપુત્રમાં પૂરમાંથી ભરાએલા પાણીનો સંપૂર્ણ રીતે નિકાલ થયો નથી. ત્યાના લોકોનુ જન જીવન પર અસર પડી છે. પટનાના પાણી ભરાયેલા વિસ્તારોમાં પાણી કાઢવાનું કામ સતત ચાલી રહ્યું છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને મળેલી માહિતી પ્રમાણે વરસાદ અને પૂરમાં ડૂબી જવાથી 73 લોકોનાં મૃત્યું નીપજ્યાં છે અને નવ લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં અણધાર્યા વરસાદ અને નદીઓના પાણીના સ્તરમાં વધારો થવાથી પટણા, ભોજપુર, ભાગલપુર, નવાડા, નાલંદા, ખગેડિયા, સમસ્તીપુર, લખીસરાય, બેગુસરાઇ, વૈશાલી, બક્સર, કટિહાર, જહાનાબાદ અરવલ તેમજ દરભંગા જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે.
![વરસાદનો કહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4635399_bihar.jpg)
પૂર પીડિતોને સહાય માટે 45 રાહત શિબિરો અને 324 સમુદાય રસોડાઓ ચલાવવામાં આવી રહી છે. કુલ 1,124 સરકારી અને ખાનગી બોટ ચલાવવામાં આવી રહી છે.