બાલાઘાટ: મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં સતત ત્રણ દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેથી જનજીવન પર ભારે અસર પડી છે. એક તરફ વેણ ગંગા નદી અને બાધ નદીના જળ સ્તરમાં વધારો થયો છે, જેથી પૂરની સ્થિતિ સર્જાઇ છે. ઠેર ઠેર પાણી ભરાઇ જતા લોકો સંપર્ક વિહોણા થયા છે. ઘરોમાં વરસાદનું પાણી ભરાઇ ગયું છે અને લોકો પોતાના ઘરોમાં ફસાઇ ગયા છે. SDERF અને હોમગાર્ડસની ટીમ રેસ્ક્યૂ કરી રહી છે.
બાલાઘાટ કન્ટ્રોલ રૂમથી EOCને સૂચના મળી હતી કે, ભરવેલી વિસ્તારમાં આવેલા હીરાપુર ગામમાં વરસાદનું પાણી ઘરોમાં ભરાઇ જતા 25થી વધુ લોકો ફસાઇ ગયા છે. જેથી SDERF અને હોમગાર્ડની ટીમ રેસ્ક્યૂ માટે સ્થળ પર પહોંચી હતી. ટીમે રેસ્ક્યૂ કરીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતાં. આ સિવાય બેહર, પરસવાડા, ગઢી વિસ્તારમાં પણ પાણી ભરાઇ ગયા છે, જેથી કેટલાક ઘરો પણ ધરાશાયી થઇ ગયા છે, તો કેટલાક લોકો પાણીમાં ફસાઇ ગયા હતા. જેમને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવા પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ સમીક્ષા કરી હતી. જે બાદ તેમણે ટ્વીટ કર્યું હતું અને કહ્યું કે, "મે આજે મધ્યપ્રદેશમાં પૂરગ્રસ્ત વિસ્તારની હવાઇ સમીક્ષા કરી હતી. તમામ નાગરિકોને હું ધેર્ય રાખવા અને સાવધાની રાખવનાની અપલી કરૂ છું...ટૂંક સમયમાં પરિસ્થિતી સામાન્ય થઇ જશે. હું સતત પુરગ્રસ્ત વિસ્તારોનું મોનિટરિંગ કરી રહ્યો છું. તંત્ર દ્વારા ફસાયેલા લોકોનું રેસક્યૂ કરવામાં આવશે."
-
आज मध्यप्रदेश के बाढ़ग्रस्त इलाकों का हवाई दौरा कर स्थिति का जायज़ा लिया।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) August 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
सभी नागरिक धैर्य रखें और सावधानी बरतें। बहुत जल्द हालात सामान्य होंगे। मैं लगातार बाढ़ग्रस्त इलाकों की मॉनिटरिंग कर रहा हूँ। प्रशासन पूरी तत्परता व सजगता के साथ फँसे हुए लोगों को रेस्क्यू करने में लगा है। pic.twitter.com/SolivRxc4r
">आज मध्यप्रदेश के बाढ़ग्रस्त इलाकों का हवाई दौरा कर स्थिति का जायज़ा लिया।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) August 30, 2020
सभी नागरिक धैर्य रखें और सावधानी बरतें। बहुत जल्द हालात सामान्य होंगे। मैं लगातार बाढ़ग्रस्त इलाकों की मॉनिटरिंग कर रहा हूँ। प्रशासन पूरी तत्परता व सजगता के साथ फँसे हुए लोगों को रेस्क्यू करने में लगा है। pic.twitter.com/SolivRxc4rआज मध्यप्रदेश के बाढ़ग्रस्त इलाकों का हवाई दौरा कर स्थिति का जायज़ा लिया।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) August 30, 2020
सभी नागरिक धैर्य रखें और सावधानी बरतें। बहुत जल्द हालात सामान्य होंगे। मैं लगातार बाढ़ग्रस्त इलाकों की मॉनिटरिंग कर रहा हूँ। प्रशासन पूरी तत्परता व सजगता के साथ फँसे हुए लोगों को रेस्क्यू करने में लगा है। pic.twitter.com/SolivRxc4r
ભીમગઢ બાંધમાં સવારે 8.00 વાગ્યાથી 220000 ક્યૂસેક પાણી વેનગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. મુશળધાર વરસાદના કારણે નદીનું સ્તર પણ વધી રહ્યું છે. નદીના આસપાસના ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યાં છે.