નવી દિલ્હી: ભારતીય હવામાન ખાતા (આઈએમડી) એ સોમવારે જણાવ્યું હતું કે, ઉત્તર ભારતના 29-30 મેના રોજ વાવાઝોડું અને વરસાદ આવે તેવી સંભાવના છે, જેનાથી ગરમીના પ્રકોપથી રાહત મળી શકે છે.
દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી જબરદસ્ત ગરમી જોવા મળી રહી છે અને કેટલાક સ્થળોએ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. આઇએમડીએ રવિવારે ઉત્તર ભારત માટે 25-26 મે સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં લૂનો પ્રકોપ તેની ટોચ પર હોઈ શકે છે.
આઇએમડીના પ્રાદેશિક હવામાન વિભાગના વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પશ્ચિમી ખલેલ અને પૂર્વ પવનના કારણે 29-30 મેના રોજ દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ધૂળની ડમરી અને વાવાઝોડાની સંભાવના છે.