કાનપુર: કાનપુરમાં કોરોના દર્દીને લેવા માટે ગયેલી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ પર સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.
કોરોના હોટસ્પોટ વિસ્તારમાં ચમનગંજમાં લોકોએ આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમ પોલીસ કર્મચારીઓ સાથે કોરોના પોઝિટિવ દર્દી અને તેના પરિવારના સભ્યોને લેવા ગઈ હતી.