ETV Bharat / bharat

કોરોનાથી દેશમાં 25 લોકોના મોત, પોઝિટિવ કેસની સંખ્યા 1000થી વધુઃ સ્વાસ્થ્ય મંત્રાલય

ભારતના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના સંક્રમણના કેસ સામે આવી રહ્યાં છે. રવિવારને 29 માર્ચે મળતા આંકડા મુજબ, મૃતકોની સંખ્યા 25 પર પહોંચી છે. જ્યારે સંક્રમિત લોકોનો આંકડો 1024ને પાર પહોંચ્યો હોવાનું એક પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યું હતું.

a
દેશમાં 25 લોકોના મોત, પોઝિટિવ કેસની સંખ્યા 979થી વધુઃ સ્વાસ્થ્ય મંત્રાલય
author img

By

Published : Mar 29, 2020, 5:51 PM IST

Updated : Mar 29, 2020, 10:50 PM IST

નવી દિલ્હીઃ દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થયો છે. કોરોનાનું સંકટ લગભગ દરેક રાજ્યમાં વધી રહ્યું છે. 29 માર્ચ સુધીમાં સમગ્ર દેશમાં કોવિડ-19થી સંક્રમિત લોકોની સંખ્યા 1000ને પાર થઈ છે.

ગુજરાતમાં 5 લોકોના મોત

કોરોના વાઈરસથી ગુજરાતમાં 62 લોકો સંક્રમિત થયા છે. કોરોનાના કારણે રાજ્યમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કેરળમાં 202 કેસ

કેરળમાં રવિવારે નવા 20 પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. કેરળમાં કુલ કેસની સંખ્યા 202 થઈ છે.

દિલ્હીમાં નવા 23 કેસ

દિલ્હીમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં 23નો વધારો થયો છે. કુલ સંખ્યા 72 પર પહોંચી છે.

કર્ણાટકમાં 7 નવા કેસ

કર્ણાટકમાં કોવિડ-19ના સાત નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસ 83 થયા છે.

મહારાષ્ટ્રમાં વધુ 7 કેસ

મહારાષ્ટ્રમાં રવિવારે નવા 7 કેસ સામે આવ્યા છે. કુલ કેસની સંખ્યા 203 પર પહોંચી છે. રાજ્યમાં કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ઉત્તરાખંડમાં 1 કેસ વધ્યો

ઉત્તરા ખંડમાં એક નવો કેસ સામે આવ્યો છે. કુલ કેસની સંખ્યા 7 થઈ.

તેલંગાણામાં 11 દર્દીઓ રિકવર થયા

તેલંગાણાં કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 11 લોકોની સારવાર પુરી થઈ છે. જેમનો ફરીવાર ટેસ્ટ કરવામાં આવતાં તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

તમિલનાડુમાં આઠ નવા કેસ

રવિવારે તમિલનાડુમાં 8 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. રાજ્યમં કુલ કેસ 50 થયા છે.

હરિયાણામાં દસ નવા કેસ

હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર પોઝિટિવ દર્દીઓની સંખ્યા 21 થઈ છે. જેમાં ગુરુગ્રામથી નવા 10 કેસ સામે આવ્યા છે.

બિહારમાં 11 કેસ

બિહારના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 11 પર પહોંચી છે.

ઉત્તર પ્રદેશમાં નવા 4 લોકો સંક્રમિત

ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્વ નગરમાંથી 4 નવા કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે સમગ્ર પ્રદેશમાં પોઝિટિવ કેસની સંખ્યા 31 થઈ છે.

રાજસ્થાનમાં વધુ 1 સંક્રમિત, કુલ 56 કેસ

રાજસ્થાનમાં પોઝિટિવ કેસની સંખ્યા 56 થઈ છે. રવિવારે 21 વર્ષિય યુવાનને કોરોનો પોઝિટિવ આવ્યો છે. આ યુવાન 18 માર્ચે ફિલીપાઈન્સથી પરત આવ્યો હતો.

જમ્મુ કાશ્મીરમાં 5 લોકો સંક્રમિત

જમ્મુ કાશ્મીરમાં કોરોના કેસથી સંક્રમિત લોકોની સંખ્યા પાંચ થઈ છે.

Last Updated : Mar 29, 2020, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.