ETV Bharat / bharat

ભારતીય રેલવેએ 40 હજાર આઇસોલેશન બેડ તૈયાર કર્યા છે: આરોગ્ય મંત્રાલય - ભારતીય રેલવેએ 40 હજાર આઇસોલેશન બેડ તૈયાર કર્યા

દેશભરમાં કોરોના વાઇરસના 4421 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 354 નવા કેસ આવ્યા છે અને આઠ લોકોનાં મોત નીપજ્યાં છે.

luv agraval
luv agraval
author img

By

Published : Apr 7, 2020, 6:39 PM IST

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાઇરસના 4421 કેસની પુષ્ટિ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 354 નવા કેસ આવ્યા છે અને આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

લવ અગ્રવાલે કહ્યું કે ભારતીય રેલવેએ 2500 કોચમાં 40,000 આઇસોલેશન બેડ તૈયાર કર્યા છે. રેલ્વે દરરોજ 375 આઇસોલેશન બેડ તૈયાર કરી રહ્યું છે. 133 સ્થળોએ બેડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે ક્વોરેન્ટાઇન સુવિધાઓને અપગ્રેડ કરવા માટે, કોવિડ કેર સેન્ટરો બનાવવામાં આવશે.

ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ, પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું કે આવશ્યક ચીજો અને સેવાઓની સ્થિતિ સંતોષકારક છે. ગૃહપ્રધાને આવશ્યક ચીજવસ્તુઓની સ્થિતિ અને લોકડાઉન માટેના પગલાઓની વિસ્તૃત સમીક્ષા કરી છે. હોર્ડિંગ અને બ્લેક માર્કેટિંગ બંધ કરવા સૂચના પણ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.