ETV Bharat / bharat

કોરોના મુદ્દે આરોગ્ય પ્રધાને સંસદમાં કહ્યું- દેશમાં 29 કેસ, 28529 લોકો દેખરેખ હેઠળ

કોરોના વાયરસ વિશે સરકાર ચિંતિત બની છે, ત્યારે આ અંગે કેન્દ્રીય સ્વાસ્થય પ્રધાન ડૉ. હર્ષવર્ધને ગુરુવારે રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું છે કે, ભારતમાં 29 કેસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ માટે સરકારના પ્રધાનોનું એક ગ્રૃપ બનાવવામાં આવ્યું છે. વિદેશથી આવનાર દરેક યાત્રીઓનું 21 એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.

virus
બજેટ સત્ર
author img

By

Published : Mar 5, 2020, 12:27 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને રાજ્યસભામાં કોરોના વાયરસ મુદ્દે જણાવ્યું કે, 4 સુધીમાં ભારતમાં આ વાયરસના 29 કેસ સામે આવ્યાં છે. હર્ષવર્ધને કોરોના વાયરસ પર એક જાણકારી આપતા ભારતે WHOની સલાહથી 17 જાન્યુઆરીથી જરૂરી તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

ડૉ. હર્ષવર્ધને રાજ્યસભામાં કહ્યું કે, અત્યાર સુધીમાં 28529 વ્યક્તિઓને સમૂહિક દેખરેખમાં રાખવામાં આવ્યાં છે. તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે. આરોગ્ય પ્રધાન લોકસભા કોરોના વાચરસ મુદ્દે 2 વાગ્યે નિવેદન આપશે. માકપા, આપ અને તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ ગુરુવારે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરીને દિલ્હી હિંસા મુદ્દે સંસદમાં ચર્ચા કરવા માટે ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકયા નાયડૂ પાસે માગ કરી છે.

સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં વિપક્ષ દિલ્હી હિંસા મામલે ચર્ચા કરવા માટે અડગ છે. ગુરુવારે સતત ચોથા દિવસે બંને ગૃહ-લોકસભા અને રાજ્યસભામાં હોબાળો અને નારેબાજી થવાની શક્યતા છે. તૃણમૂલ કોંગ્રેસે હિંસા વિશે ચર્ચાની માંગણી કરીને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવાની નોટિસ આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.