નવી દિલ્હીઃ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કોરોના વાઇરસની સારવાર માટે યોગ અને આયુર્વેદ આધારિત મેનેજમેન્ટ પ્રોટોકોલ બહાર પાડ્યો છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, રોગ પ્રતિકારક શક્તિ સારી હાવાથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય છે. આયુર્વેદ અને યોગ દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન દ્વારા કોવિડ -19 ની સારવાર અને તેને ફેલાતો અટકાવવા, તેના સંચાલન માટે આયુર્વેદિક દવાઓ અને યોગ પર આધારિત એક પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યો છે. તેમા અશ્વગંધા અને આયુષ-64 જેવી દવાઓ શામેલ છે. જેથી કોરોના વાઇરસના હળવા લક્ષણો અને જે પોઝિટિવ કેસ હોઇ છે તેની સારવાર કરવામાં આવશે.
હર્ષ વર્ધન દ્વારા આયુષ પ્રધાન શ્રીપદ નાઈકની હાજરીમાં કોવિડ -19 ના સંચાલન માટે આયુર્વેદ અને યોગ આધારિત રાષ્ટ્રીય પ્રોટોકોલ બહાર પાડ્યો છે. આરોગ્ય પ્રધાન દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યા છે કે, 'રોગ વિરોધી પગલાઓ સાથેનો આ પ્રોટોકોલ કોવિડ -19 ના સંચાલનમાં માત્ર એક મહત્વપૂર્ણ પગલું નથી, પરંતુ આધુનિક સમયની સમસ્યાઓના નિવારણમાં પરંપરાગત અને સુસંગત બનાવવાની દિશામાં પણ એક મહત્વપૂર્ણ કાર્ય છે.
હર્ષ વર્ધને કહ્યું કે, કમનસીબે આઝાદી બાદ આયુર્વેદ તરફ બહુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું, ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ આયુર્વેદિક ઉપચારના મહત્વને કારણે તેના પર ધ્યાન આપ્યું છે.