નવી દિલ્હી: દિલ્હીમાં 26 જૂનથી 10 જુલાઇની વચ્ચે એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 21 હજારથી વધુ લોકોના નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંથી 23.48 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી. એટલે કે, દિલ્હીની લગભગ એક ચોથા ભાગની વસ્તી કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. દિલ્હી સરકારના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને બુધવારે એક પત્રકાર પરિષદ યોજી હતી.
1-5 ઓગસ્ટ સુધી થશે સર્વે
સત્યેન્દ્ર જૈને સીરો સર્વેના આંકડા રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત વ્યક્તિના શરીરમાં 15 દિવસ પછી એન્ટિબોડીઝ બને છે. તેથી, અમે ધારી શકીએ કે સીરો સર્વેના નવીનતમ આંકડા 15 જૂન અને 20 જૂન વચ્ચેના છે. તેમણે કહ્યું કે, હવે સરકારે નિર્ણય લીધો છે કે દર મહિને સીરો સર્વે કરવામાં આવશે, જેથી જાણી શકાય કે કેટલા મહિનામાં કેટલા લોકોને ઇંફેક્શન લાગ્યું હતું. સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે આ મહિનામાં 1થી 5 ઓગસ્ટ સુધી સર્વે કરવામાં આવશે.
દરેક જિલ્લામાં થશે સર્વે
તમને જણાવવામાં આવે તો અગાઉ એક સર્વે પણ કરવામાં આવ્યો હતો, જે ફક્ત કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કરવામાં આવ્યો હતો. આ સર્વે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય દિલ્હીના તમામ 11 જિલ્લાઓમાં કરવામાં આવ્યો હતો. આગામી સર્વેમાં બધા સ્થળોએથી રેન્ડમ રીતે નમૂના લેવામાં આવશે. તેમાં યુવાનો, વૃદ્ધો, બાળકો, બધા સામેલ હશે. તેમણે એમ પણ કહ્યું કે અગાઉ એનસીડીસી અને દિલ્હી સરકારે મળીને એક સર્વે કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, પાછલા સર્વેમાં આશરે 24 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી. હવે ફરીથી સર્વે કરવામાં આવશે, તેથી કદાચ આ આંકડો 30થી 35 ટકા સુધી પહોંચી જશે. દિલ્હીમાં હાર્ડ ઇમ્યુનિટી છે તે અંગેના સવાલ પર સત્યેન્દ્ર જૈને કહ્યું કે, આ વિશે નિષ્ણાતો કહે છે કે જો અસર પછી 40 થી 70 ટકા લોકો સાજા થાય છે, તો હાર્ડ ઇમ્યુનિટી બની જાય છે. અત્યારે તે 24 ટકા છે. તેથી હમણાં કહી શકતા નથી.