કર્ણાટક: અભિનેતા નિખિલ કુમારસ્વામી આજે લગ્ન ગ્રંથીથી જોડાશે. નિખિલ કુમારસ્વામી પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાનો પૌત્ર છે. તેના પિતા એચ.ડી. કુમારસ્વામી કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન હતા. હાલ કોરોના વાઈરસના ફેલાવાને ધ્યામમાં રાખીને 3 મે સુધી દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. તેમ છતાં નિખિલ કર્ણાટકના પૂર્વ પ્રધાન એમ. કૃષ્ણપ્પાની ભત્રીજી રેવતી સાથે લગ્ન કરશે.
બેંગલુરૂમાં અભિનેતાનું ફાર્મહાઉસ છે. લગ્નમાં ફક્ત પરિવાર અને નજીકના લોકોને સાથે રાખીને કરવામાં આવશે. સરકારે લગ્નમાં વર્તમાન નિયમોનું કડક પાલન કરવા આદેશ આપ્યો છે.