મુંબઈ: ભીમા કોરેગાંવ કેસમાં શુક્રવારે બૉમ્બે હાઈકોર્ટે ગૌતમ નવલખા અને આનંદ તેલતુમ્બડેના આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે તેને સુપ્રીમ કોર્ટમાં ખસેડવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. ભીમા કોરેગાંવ કેસને લગતા અન્ય ઘટનાક્રમમાં તપાસ પુણે પોલીસના હાથેથી લઇને રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)ને આપવા પર NCP પ્રમુખ શરદ પવારે પણ પ્રતિક્રિયા આપી છે.
NIAને તપાસ સોંપવાના નિર્ણય અંગે શરદ પવારે કહ્યું કે, આ રીતે રાજ્યના હાથમાંથી તપાસ ખેંચવી ખોટું છે, અને મહારાષ્ટ્ર રાજ્ય સરકારના નિર્ણયને ટેકો આપવો પણ ખોટું છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારે કહ્યું કે, મહારાષ્ટ્ર પોલીસમાં થોડા લોકોનો વ્યવહાર આપત્તિજનક હતો. હું ઈચ્છું છું કે આ અધિકારીઓની ભૂમિકાની તપાસ થવી જોઈએ.
પવારે કહ્યું કે, સવારે મહારાષ્ટ્ર સરકારના પ્રધાનોની પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી અને બપોરે 3 વાગ્યે કેન્દ્રએ તપાસ NIAને આપવા માટે આદેશ આપ્યો છે. આ બંધારણ મુજબ યોગ્ય ન કહેવાય, કારણ કે, ગુનાની તપાસ એ રાજ્યનો અધિકારક્ષેત્ર છે.