નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધઆન ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, કોરોના વાઇરસ સંદર્ભે દરેક સ્તરે દેખરેખ રાખવામાં આવી રહી છે. આ અંગે પ્રધાનોની બેઠક યોજાઈ હતી. જેની માહિતી પત્રકાર પરિષદ દ્વારા અપાઈ. જેમાં વધુમાં કહેવાયું કે, ભારતમાં અત્યાર સુધી 3 કેસ નોંધાયા અને દર્દીઓને કેરળમાં રખાયા છે, જેમની સ્થિતિ સામાન્ય છે.
ચીનમાં આ રોગની અસર અંગે વાત કરતાં કહ્યું કે, ત્યાં 48, 206 કેસ નોંધાયા છે. જ્યારે તેનાથી 1310 લોકોના મોત થયા છે. ચીન ઉપરાંત 28 દેશોમાં કોરોના વાઇરસે કહેર વરસાવ્યો છે. જ્યાં વિવિધ દેશોમાં કુલ મળી 570 કેસ સામે આવ્યા છે.
આ અંગે શરૂઆતમાં જ દરેક રાજ્યના મુખ્ય પ્રધાનોને પત્ર લખ્યો હતો. વીડિયો કોન્ફર્ન્સની મારફતે રોજ દરેક રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાનો સાથે સંપર્ક પણ કરીએ છે.