અભયે "દેવ ડી", "ઝિંદગી ના મિલેગી દોબારા", "રાંજના" અને "હેપ્પી ભાગ જાયેગી" જેવી વખાણાયેલી ફિલ્મોમાં અભિનય કરીને બોલીવુડમાં પોતાનું સ્થાન ટકાવી રાખ્યુ છે. અભય 'દેઓલ' પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અભય કહે છે કે, તેની ફિલ્મોમાં ઓળખ તેના નામ કરતા તેની અટકથી છે. અભય તેના સ્કુલ ટાઇમથી જ થિયેટર સાથે જોડાયેલો છે.
દરેક ફિલ્મોમાં એક અલગ પ્રકારનો અભિનય કરીને, જુદા જુદા પાત્રોને સ્વીકારીને અભયે દરેક પાત્રને યોગ્ય ન્યાય આપ્યો છે. સિરીયસ, કોમેડી, એક યંગ સ્ટાર દરેક પ્રકારના અભિનયને અભય પોતાની સંપુર્ણ આવડત સાથે નિભાવે છે.