આ વાત હંસરાજ હંસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ABVP દ્વારા આયોજિત એક શામ શહિદો કે નામ કાર્યક્રમ દરમિયાન કહી હતી. તેમણે કહ્યું હતું કે, આપણા પૂર્વજોની ભૂલના કારણે આજે પણ આપણા માટે જમ્મુ કાશ્મીર એક સમસ્યા બની રહી છે. પરંતુ વડાપ્રધાન મોદીએ 370ની કલમ હટાવીને આપણને આ સમસ્યામાંથી મુક્ત કરાવ્યા છે.
હંસરાજ રાજે કહ્યું હતું કે, જેવી રીતે પરંપરાગત બંધનમાંથી ચાલી આવતું કલમ 370નું બંધન હટાવીને સમગ્ર દેશમાં ખુશીની લહેર ચાલી હતી એ જોતા આ યુનિવર્સિટીનું નામ બદલી દેવું જોઈએ. જે પૂર્વજોની ભૂલના કારણે ભારતે વર્ષો સુધી સજા ભોગવી તેમનું નામ હટાવી વાડાપ્રધાન મોદીનું નામ રાખી દેવું જોઈએ.