H-1B વિઝા શુ છે?
વ્યક્તિએ વ્યવસાયમાં વિશેષ છેઃ વિશેષતાના વ્યવસાયમાં કામ કરવા માટે ઉચ્ચ શિક્ષણની ડીગ્રી કે તેને સમકક્ષ ડીગ્રી આવશ્યક છે. જેમાં વિશિષ્ઠ લાયકાત અને ક્ષમતા, સરકારી સંશોધન અને વિકાસ અથવા સંરક્ષણ વિભાગ દ્વારા સંચાલિત સહ-ઉત્પાદિત પ્રોજેક્ટ સામે છે.
1990ના દાયકામાં શરૂ કરાયેલ એચ -1 બી વિઝા કાર્યક્રમનો ઉદ્દેશ અમેરિકન કંપનીઓને સંશોધન, એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાંતોની અછતને પહોંચી વળવામાં મદદ કરવાનો છે. નોન-ઇમિગ્રન્ટ વિઝા યુએસ કંપનીઓને વિશિષ્ટ વ્યવસાયોમાં વિદેશમાંથી નિષ્ણાતોને રોજગાર કરવાની મંજૂરી આપે છે . જે કંપનીઓને તકનીકી કુશળતાની જરૂર હોય છે તે આ પ્રક્રિયા કરે છે.
કોને અસર થશે?
અમેરિકાની ટેકનોલોજી કંપનીઓનો ભારત અને ચીન જેવા દેશોના કર્મચારીઓ પર નિર્ભર છે. ભારતીયો આ કાર્યક્રમનો સૌથી વધુ લે છે. જેમાં યુએસ દ્વાર દર વર્ષે આપવામાં આવતા 65 હજાર એચ-1 બી વિઝામાં 70 ટકાથી વધારે વિઝા મેળવનારા ભારતીયો હોય છે. અમેરિકા દ્વારા આપવામાં આવતા કુલ 85 હજાર વિઝા પૈકી 65 હજાર વિઝા અત્યંત કુશળ વિદેશી નિષ્ણાંતોને આપવામાં આવે છે.જ્યારે બાકી વિઝા પૈકી અત્યંત કુશળ નિષ્ણાંતો જે જેમની પાસે ઉચ્ચ શિક્ષણ છે અથવા અમેરિકન યુનિવર્સિટીની માસ્ટર ડીગ્રી છે.
એચ-1બી વિઝા અંત્યત નિષ્ણાંત વ્યક્તિને આપવામાં આવે છે. જેમાં મોટાભાગના ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે. અમેરિકા દર વર્ષે એચ-1બી વિઝા આપે છે, એચ 2બી વિઝા સીઝનલ બિન ખેતી સાથે જોડાયેલા વ્યક્તિને મળે છે, એચ-4 વિઝા એચ-1 બી અને એચ2 બી વિઝા હોલ્ડર્સના પત્ની કે બાળકોને મળે છે,જે1 વિઝા સાંસ્કૃતિક , શિક્ષણ , ઇન્ટર્ન, ટ્રેઇની, ટીચર્સ, વર્ક ટ્રાવેલ પ્રોગ્રામ, જે2 વિઝા જે1 વિઝા હોલ્ડર્સના પત્ની અને તેમના પર આધારિત લોકોને મળે છે, એલ 1 વિઝા ખુબ જ ઉચ્ચ કક્ષાએ નિષ્ણાંત હોય તેવા કર્મચારીઓને મળે છે, એલ-2 વિઝા એલ-1ના પર આધારિત લોકોને મળે છે.
ભારતીયોને ઇસ્યુ કરવામાં આવેલા એચ 1 બી વિઝા
વર્ષ | ભારતીયોને મળેલા વિઝા | કુલ વિઝા | દુનિયામાં હિસ્સો |
2012 | 80630 | 135,530 | 59.50 |
2013 | 99705 | 153,223 | 65.10 |
2014 | 108817 | 161,369 | 67.4 |
2015 | 119952 | 172,748 | 69.4 |
2016 | 126692 | 180,057 | 70.4 |
2017 | 129097 | 179,049 | 72.1 |
2018 | 125528 | 179,660 | 69.9 |
સ્ત્રોત- યુ એસ ,સ્ટેટ ડીપાર્ટમેન્ટ
વર્ષ 2018માં ટોચની છ ભારતીય કંપનીઓને ફક્ત 16 ટકા એટલે કે 2145 એચ 1બી વર્ક પરમીટ મળી જે વિશ્વના ટોચના રીટેઇલપ એમેઝોનને કર્મચારીઓ માટે મેળવેલા 2399 વિઝા કરતા ઓછા છે.
વર્ષ 2019માં ચાલુ રોજગારીમાં અસ્વીકાર કરવાનો દર 12 ટકા હતો જે વર્ષ 2005ના 3 ટકા કરતા ચાર ગણુ વધારે હતુ.
એય-1 બી વિઝા એપ્રુવલ અને નકારવાના વિગતો (દેશની 30 ટોચની) ભારતની આઇટી કપની | ||||||
કંપની | રોજગારી શરૂઆતમાં મંજુરી | શરૂઆતમાં અસ્વીકાર | ચાલુ નોકરી માટે પરવાનગી | ચાલનોકરી પરવાનગીનો અસ્વીકાર | કુલ પરવાનગી | પરવાનગીની ટકાવારી |
ટીસીએસ | 528 | 152 | 8,232 | 1,744 | 8,760 | 82% |
ઇન્ફોસીસ | 69 | 80 | 5,897 | 2,042 | 5,966 | 74% |
વીપ્રો | 273 | 82 | 2,877 | 599 | 3,150 | 82% |
એચસીએલ | 196 | 100 | 2,105 | 509 | 2,301 | 79% |
ટેક મહિન્દ્રા | 579 | 201 | 1,781 | 300 | 2,360 | 82% |
એલએન્ડ ટી ઇન્ફોટેક | 154 | 43 | 1,285 | 171 | 1,439 | 87% |
એલ & ટી ટેક સર્વિસ | 253 | 50 | 906 | 102 | 1,159 | 88% |
માઇન્ડ ટ્રી | 148 | 98 | 762 | 89 | 910 | 83% |
કંપની | રોજગારી શરૂઆતમાં મંજુરી | શરૂઆતમાં અસ્વીકાર | ચાલુ નોકરી માટે પરવાનગી | ચાલનોકરી પરવાનગીનો અસ્વીકાર | કુલ પરવાનગી | પરવાનગીની ટકાવારી |
કોગ્નીજન્ટ | 500 | 790 | 8,746 | 3,548 | 9,246 | 68% |
ડે લોઇન ટી | 593 | 295 | 4,193 | 1,281 | 4,786 | 75% |
માઇક્રો ગ્રીટ | 273 | 1,061 | 2,664 | 914 | 2,937 | 60% |
માઇકોસોફટ | 1,252 | 13 | 3,200 | 54 | 4,452 | 99% |
એમેઝોન | 2,399 | 23 | 1,993 | 45 | 4,392 | 98% |
એસન્ટયુર | 363 | 160 | 2,656 | 451 | 3,019 | 83% |
એપલ | 698 | 13 | 2,387 | 25 | 3,085 | 99% |
અર્ન યંગ | 716 | 93 | 1,760 | 150 | 2,476 | 91% |
ભારત પર અસર
સ્ટેમ્પિંગ મેળવવા માટે વ્યવસાયિકોએ હવે યુ.એસ. રાજદ્વારી મિશનનો સંપર્ક કરતાં પહેલાં ઓછામાં ઓછું 2020 ના અંત સુધી રાહ જોવી પડશે.
મોટી સંખ્યામાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સ કે જેઓ તેમના એચ -1 બી વિઝાની માંગ કરી રહ્યા છે, તેઓને પણ નિર્ણયના પરિણામનો સામનો કરવો પડશે.
ઘણી પ્રોજેકટ કંપનીઓ કે જે ભારતીયોને વિવિધ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા અથવા યુ.એસ.માં ચાલુ પ્રોજેક્ટ્સને પુન: શરૂ કરવા રાહ જોવે છે., પ્રતિબંધ હટાવવામાં આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. પ્રોજેક્ટ્સમાં મોડું થવું એ મોટો આંચકો છે.
આઇટી કંપનીઓ વિઝા મેળવવા માટે કિંમતને પણ ઉમેરે છે., જેના કારણે કર્મચારીઓના વાર્ષિક ખર્ચની રકમ પર અસર થઇ શકે તેમ છે.
જોકે વિશ્લેષકોના મતે ભારતીય વ્યાવસાયિકો પર કોઈ મોટી નકારાત્મક અસર થવાની સંભાવના નહીવત છે. COVID-19ને કારણે વર્ક ફ્રોમ હોમનું કલ્ચરલ શરૂ થતા ઘણા પ્રોજેક્ટ પુરા થઇ શક્યા છે.
તો ઘણી આઇટી કંપનીમાં વિઝા ધરાવતા લોકો પર આધાર રાખવાને બદલે સ્થાનિક વિસ્તારમાંથી નિષ્ણાંતને નોકરી આપે છે.
સ્ત્રોતઃ મિડીયા રિપોર્ટ