ETV Bharat / bharat

સિરોહીમાં ગુજરાત SOGની કાર્યવાહી, નકલી ચલણી નોટો બનાવતા 3 શખ્સોની ધરપકડ

author img

By

Published : Jun 8, 2020, 10:49 PM IST

સિરોહી જિલ્લાના કાલન્દ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુજરાત બનાસકાંઠા SOGની ટીમે નકલી ચલણના કેસમાં દરોડા પાડતા નકલી નોટ છાપવાના મશીન સાથે શંકાસ્પદ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.

Gujarat
Gujarat

રાજસ્થાન : SOG ગુજરાતે કાલન્દ્રીના રહેવાસી શંકરલાલ દેવાસી અને માંડવારિયાના રહેવાસી લાલારામ દેવાસી અને ઝાલારામ દેવાસીની ધરપકડ કરી હતી. હાલમાં ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી પ્રિન્ટર, નકલી નોટ બનાવા માટેના કાગળ તેમજ ઇન્ક ઝપ્ત કર્યા છે.

મળતી માહિતી મુજબ 6 જૂને પૂર્વ ગુજરાતની SOG ટીમે પાલનપુરથી ડીસા જતાં 7 લાખ 68 હજારની બનાવટી રોકડ નોટો સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ ગુજરાતના છે અને કારમાં નકલી નોટો આપવા જઇ રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં નકલી નોટો મળી આવી હતી અને તમામ નોટો બે-બે હજારની હતી.

શંકાસ્પદ સામાન સાથે ત્રણની ધરપકડ

SOGએ આરોપીની કડક પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે, તેઓને રાજસ્થાનના સિરોહી જિલ્લાના કાલન્દ્રીથી પૈસા પહોંચાડવામાં આવ્યા છે. ત્યારબાદ તેમની શોધખોળ કરવા ગુજરાત SOGની ટીમ સિરોહી પહોંચી હતી અને કાલન્દ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ મુખ્ય આરોપીઓને બનાવટી નોટ પ્રિંટિંગ મશીન અને અન્ય વસ્તુઓ સાથે ધરપકડ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર ગેંગમાં અન્ય લોકો પણ સામેલ છે, જેની ગુજરાત SOG દ્વારા શોધખોળ શરૂ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.