ETV Bharat / bharat

ગુરૂ તેગબહાદુરની 400મી જયંતિની ઉજવણી માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના - લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા

ગુરુ તેગ બહાદુરની 400મી જયંતિની ઉજવણી માટે કેન્દ્ર દ્વારા પીએમ મોદીની અધ્યક્ષતામાં 70 સભ્યોની એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી સહિત અન્ય ઘણા લોકો દિગ્ગજ નેતાઓ સામેલ છે.

ગુરૂ તેગબહાદુરની 400મી જયંતિ ઉજવવા માટે સમિતિની રચના

author img

By

Published : Oct 25, 2020, 2:51 PM IST

  • 70 સભ્યોની સમિતિની રચના
  • દિગ્ગજ નેતાઓથી લઇને અનેક રાજ્યોના મુખ્યપ્રધાનો સામેલ

નવી દિલ્હી: ગુરુ તેગ બહાદુરની 400મી જયંતિની ઉજવણીના આયોજન માટે કેન્દ્ર સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે.

આ એક 70 સભ્યોની સમિતિ છે. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમન, હરદીપસિંહ પુરી, પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ સહિત હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, મહારાષ્ટ્ર વગેરેનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનના મુખ્યપ્રધાનો પણ આમાં સામેલ છે.

ખેલાડીઓ તેમજ સેનાઓના પ્રમુખ પણ સામેલ

અન્ય સભ્યોમાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, પ્રકાશસિંહ બાદલ, સુખબીર સિંઘ બાદલ, શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ પ્રમુખ ગોવિંદસિંહ લોગોંવાલ, ભૂતપૂર્વ પાયદળ સેના પ્રમુખ જે.જે.સિંઘ, ભૂતપૂર્વ વાયુસેના પ્રમુખ બી.એસ. ધનોવા સામેલ છે. આ ઉપરાંત આ સમિતિમાં ખેલાડીઓ મિલ્ખા સિંહ અને હરભજન સિંહ પણ સામેલ છે.

સમિતિને ઉજવણી અંગેની નીતિઓ, કાર્યક્રમો અને દેખરેખની માર્ગદર્શિકાઓને મંજૂરી આપવાનો અધિકાર મળશે, ઉપરાંત કાર્યક્રમોના કાર્યક્રમોની વિગતવાર તારીખો નક્કી કરવાનો અધિકાર રહેશે. કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા ઉચ્ચ કક્ષાની આ સમિતિના સભ્ય સચિવ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.