ETV Bharat / bharat

નાના દુકાનદારો માટે સરકારે 10 હજારની વિશેષ લોનની સુવિધા કરી જાહેર

author img

By

Published : May 14, 2020, 10:49 PM IST

નાણાં પ્રધાને કહ્યું કે, જરૂરિયાતમંદ વિક્રેતાઓને 10,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. જો કે, આ રકમ નિશ્ચિત નથી અને બેંકો સાથે પરામર્શ કર્યા પછી જ નિર્ણય લેવામાં આવશે.

FM
FM

નવી દિલ્હી: કોરોના રોગચાળાએ ગલીના વિક્રેતાઓ (શેરી દુકાનદારો)ની આજીવિકાને અસર કરી છે. જેના કારણે કેન્દ્ર સરકારે ગુરુવારે અસર પામેલા લગભગ 50 લાખ વિક્રેતાઓને પાંચ હજાર કરોડનો લાભ આપવાની વિચારણા કરી 5 હજાર કરોડની વિશેષ લોન સુવિધાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આ યોજના એક મહિનામાં શરૂ કરવામાં આવશે. જરૂરિયાતમંદ વિક્રેતાઓને 10,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. જો કે, આ રકમ નિશ્ચિત નથી અને બેંકો સાથે પરામર્શ કર્યા પછી જ નિર્ણય લેવામાં આવશે.

પ્રધાને કહ્યું કે, આશરે 50 લાખ શેરી વિક્રેતાઓને પાંચ હજાર કરોડ રૂપિયાની વિશેષ ક્રેડિટ સુવિધાવાળી આ યોજનાનો લાભ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.