જે નેતાઓની સુરક્ષા હટાવી લેવામાં આવી છે. તેમાં એસ.એસ.ગિલાની, આગા સૈયદ મોસવી અબ્બાસ અંસારી, યાસીન મલિક, સલીમ ગિલાની, શહીદ ઇલ ઈસ્લામ, જફર અકબર ભટ્ટ, નઈમ અહમદ ખાન, મુખ્તાર અહમદ વાઝા, ફારૂક અહમદ કિચલુ મસરૂર અબ્બાસ અંસારી, આગા સૈયદ અબુલ હુસૈન, અબ્દુલ ગની શાહ અને મોહમ્મદ મુદિક ભટ્ટ સામેલ છે.
જે 155 નેતાઓની સુરક્ષા હટાવવામાં આવી છે તેમાં શાહ ફેઝલ પણ સામેલ છે, જેમણે IASમાંથી રાજીનામું આપી નેશનલ કોન્ફેન્સમાં જોડાઈ ગયા છે. ગૃહ મંત્રાલય પાસેથી મળતી માહિતી અનુસાર આ હુર્રિયત નેતાઓ અને રાજકિય વ્યકિતઓની સુરક્ષામાં 1000થી વધુ પોલીસ કર્મચારી અને 100થી વધુ સરકારી વાહન આપવામાં આવ્યા હતા. જે પાછા લઈ લેવામાં આવ્યા છે.
અગાઉ સરકારે ચાર હુર્રિયત નેતાઓ મીરવાઈઝ ઉમર ફારૂક, અબ્દુલ ગની બટ, બિલાલ લોન, શબ્બીર શાહની સુરક્ષા હટાવી દીધી હતી. એક અહેવાલ પ્રમાણે આ નેતાની સુરક્ષા પાછળ લગભગ 15 કરોડનો ખર્ચ થતો હતો.
તમણે જણાવી દઈ કે 14 ફબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફિલા પર થયેલ હુમલામાં સુરક્ષા દળોના 40 જવાન શહીદ થયા હતા.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)