નવી દિલ્હીઃ ગૂગલે પોતાની મેપ સર્વિસના માધ્યમથી દુનિયાભરના દેશોની સરહદોને નવી રીતે ડિઝાઈન કરી છે. જેમાં તમે ભારતમાં બેસીને કાશ્મીરનો નકશો જોઈ શકો છો, પરંતુ જો તમે દુનિયાના અન્ય કોઈ દેશમાં કાશ્મીરનો નકશો જોશો તો તે વિવાદીત દેખાશે.
મેપ સર્વિસમાં આવતી અવાર નવાર ભૂલો કારણે ગૂગલે ફરીથી દુનિયાભરના દેશોની સરહદોને નવી રીતે ડિઝાઈન કરી છે. જેમાંથી તમે ઘરે બેઠાં-બેઠા પોતાની ઈચ્છા પ્રમાણે દેશના નકશા જોઈ શકાશે. તમે ભારતમાં બેસીને કાશ્મીરનો નકશો જોઈ શકો છો, પણ જો તમે દુનિયાના દેશમાંથી કાશ્મીરને જોશો તો તે વિવાદીત દેખાશે.
એક રિપોર્ટમાં ગૂગલના અધિકારીએ જણાવ્યું હતું કે, ગૂગલ વિવાદીત જગ્યાઓને બતાવવા માટે એક વૈશ્વિક નીતિ અપનાવી રહ્યું છે. તેઓ કોઈનો પક્ષ લેતા નથી. અનેક વિવાદીત જગ્યાઓ છે, જેને સ્થાનિક ડોમેન તરીકે ઉલ્લેખ કર્યો છે.
ગૂગલના પ્રવક્તાના જણાવ્યાનુસાર, અમે ગ્રાહકોને અપડેટ અને સાચો મેપ ઉપલબ્ધ કરાવવા માગીએ છીએ. અમે બોર્ડરથી મળેલા ડેટા પ્રમાણે તેને અપડેટ કરીએ છીએ. જેના માટે અમે સત્તાવાર સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ. આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આર્જેટિનાથી લઈ યૂનાઈટેડ કિંગડમ અને યુકેથી ઈરાન સુધી દુનિયાની સીમા અલગ અલગ દેખાઈ છે. એ તેના પર નિર્ભર કરે છે, કે તમે તેને ક્યાંથી જોઈ રહ્યા છો.