ETV Bharat / bharat

ભારત-બાંગ્લાદેશ સંબંધોનું સુવર્ણ પ્રકરણ ઉઘડી રહ્યું છે

author img

By

Published : Jul 30, 2020, 9:01 AM IST

કોવિડ-૧૯ રોગચાળાએ ભારત અને વિશ્વને માર્ચની શરૂઆતથી ભરડામાં લીધું છે ત્યારે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહદંશે નિષ્ક્રિય એવા સાર્ક મંચને પુનર્જીવિત કરીને તેમની પડોશી પ્રથમ નીતિને ઉત્તેજન આપવાનું પસંદ કર્યું જેથી રોગચાળઆને દક્ષિણ એશિયામાં એક સરખો પ્રતિભાવ મળી શકે. તેના માટે ભંડોળ રચ્યું અને પડોશીઓ સાથે આ રોગચાળા માટે કયાં પગલાં ભરી શકાય તે ચર્ચા કરી.

'Golden chapter' of india-bangladesh ties in unravelling
ભારત-બાંગ્લાદેશ સંબંધોનું સુવર્ણ પ્રકરણ ઉઘડી રહ્યું છે

ન્યૂઝ ડેસ્કઃ કોવિડ-૧૯ રોગચાળાએ ભારત અને વિશ્વને માર્ચની શરૂઆતથી ભરડામાં લીધું છે ત્યારે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહદંશે નિષ્ક્રિય એવા સાર્ક મંચને પુનર્જીવિત કરીને તેમની પડોશી પ્રથમ નીતિને ઉત્તેજન આપવાનું પસંદ કર્યું જેથી રોગચાળઆને દક્ષિણ એશિયામાં એક સરખો પ્રતિભાવ મળી શકે. તેના માટે ભંડોળ રચ્યું અને પડોશીઓ સાથે આ રોગચાળા માટે કયાં પગલાં ભરી શકાય તે ચર્ચા કરી.

જો કે, કોવિડ-૧૯ના કેસો ભારતભરમાં વધતા જઈ રહ્યા છે અને તેના કારણે ભારત પૉઝિટિવ કેસોની સંખ્યાની રીતે વિશ્વમાં ત્રીજા સ્થાને આવી ગયું છે ત્યારે તેની પડોશી નીતિ એ ગતિએ ઉઘડી રહી છે જે ભારતે અત્યાર સુધી ક્યારેય અપેક્ષા નહોતી કરી કે કલ્પના નહોતી કરી. માલદિવ્સ સિવાય ભારતના દક્ષિણ એશિયા ક્ષેત્રીય સહકાર સંઘ (સાર્ક)ના અન્ય દેશો રોગચાળાને અટકાવવાના ભારતના પ્રયાસોથી જ નહીં, પરંતુ ક્ષેત્રીય સંબંધો જાળવી રાખવા માટેના પ્રયાસોથી પણ મહદંશે નિષ્પ્રભાવી જણાય છે. તેમની વિકાસની જરૂરિયાતો માટે તેઓ ચીન તરફ જોવાનું પસંદ કરી રહ્યા છે.

ભારત માટે ખાસ કરીને દુઃખની વાત એ છે કે ભારત-બાંગ્લાદેશ સંબંધોનું 'સોનાર અધ્યાય' અથવા 'સુવર્ણ પ્રકરણ' છેલ્લાં પાંચ વર્ષમાં વિશેષ રીતે ખીલ્યું હતું, ખાસ કરીને બંને દેશો વચ્ચે દરિયાઈ અને જમીન સીમા કરારથી મુશ્કેલ મુદ્દાઓ ઉકેલાયા તેના લીધે. પરંતુ આ સંબંધો ખૂબ ઝડપી ગતિએ ઉઘાડા પડતા જણાય છે.

આ મોરચે ભારત માટે ચિંતાનું કારણ એ વાતથી દેખાઈ આવે છે કે ભારતે તેના નવા રાજદૂતને ઢાકા મોકલ્યા અને વર્તમાન રાજદૂત રિવા ગાંગુલી દાસને પાછા બોલાવ્યાં. તેમને ગયાંને હજુ માત્ર ૧૬ મહિના જ થયા હતા. દેખીતી રીતે તો દાસને સચિવ કક્ષાની બઢતી માટે પાછાં બોલાવાયાં છે, પરંતુ હકીકત એ છે કે બાંગ્લાદેશમાં ભારતીય ઉચ્ચ આયુક્તનો પ્રભાવ આ અધિકારીના પ્રભાવ પૂરતો નથી હોતો. તે ખૂબ જ રાજકીય પદ છે. ત્યાં વરિષ્ઠ કારકિર્દી રાજદ્વારીઓની જ લગભગ તો નિમણૂંક થતી હોય છે. બાંગ્લાદેશનું સર્જન થયું ત્યારથી ભારતીય રાજદૂત ઢાકામાં ખૂબ જ અગત્યની વ્યક્તિ હોય છે,. બાંગ્લાદેશમાં ભારતીય ઉચ્ચ આયુક્ત ખાસ કરીને બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શૈખ હસીનાના શાસન દરમિયાન, ઢાકામાં સત્તાના ટોચના અધિકારીઓની ટોળીની ખૂબ જ નજીક પહોંચ ધરાવતી હોય છે.

આ જ રીતે બાંગ્લાદેશના રાજદૂતો, તાજેતરમાં ખાસ કરીને પૂર્વ ઉચ્ચ આયુક્ત સૈયદ મુઆઝીમ અલીને ભારતમાં મોદી સરકાર અને અગાઉની સરકારોમાં સારો એવો પ્રવેશ પ્રાપ્ય હતો.

પરંતુ સારા એવા પ્રવેશનો પ્રશ્ન બંને દેશોની રાજધાનીઓમાં રાજકીય નેતૃત્વ વચ્ચે નિકટતામાંથી ઉદ્ભવે છે. અને ઢાકામાં તે ગયા વર્ષમાં સ્પષ્ટ રીતે કટુ બન્યા છે. ન માત્ર સરકારી સ્તરે, પરંતુ બાંગ્લાદેશમાં સામાન્ય માણસને પણ શાસક ભારતીય ભાજપના નેતાઓનાં ભાષણોથી ખૂબ જ દુઃખ થયું છે જેમાં બાંગ્લાદેશીઓને 'ઉધઈ' કહેવામાં આવ્યા જેના કારણે શૈખ હસીના માટે ઉષ્માભર્યા સંબંધો રાખવાનું મુશ્કેલ બન્યું. નાગરિસત્વ સુધારા અધિનિયમની જોગવાઈઓથી તેમની સરકારને ખૂબ જ દુઃખ થયું જેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે બાંગ્લાદેશને પણ એવાં રાષ્ટ્રો તરીકે સામેલ કરવામાં આવ્યું છે જેમાં લઘુમતીઓ પર અત્યાચારો થાય છે.

ખૂબ જ લાગણીશીલ અને સાંસ્કૃતિક સંબંધોમાં સાંપ્રદાયિક સુગંધ ભેળવવાનું બાંગ્લાદેશને ગળે ઉતર્યું નથી. પ્રતિ વર્ષ ૧૦ અબજ ડૉલરના આર્થિક સબંધો જે સાર્કની અંદર સૌથી મોટા છે, તે ભારતીય બહુમતીવાદના વલણ પર અંકુશ ન લગાવી શક્યા અને તેણે ભારતથી બાંગ્લાદેશનું ધ્યાન હટાવી દીધું.

છેલ્લા ચાર મહિનાથી દાસને બાંગ્લાદેશનાં વડાં પ્રધાન તરફથી મહત્ત્વ મળી રહ્યું નહોતું તેમાં આ તણાવવાળા સંબંધો જોવા મળી જતા હતા. બાંગ્લાદેશનાં વડાં પ્રધાન તરફથી આ ઠપકો હતો. ઢાકામાં અગાઉ સાંસ્કૃતિક સલાહકાર તરીકે સેવા આપનાર દાસ શૈખ હસીનાના ભવ્ય વિજય પછી તરત જ માર્ચ ૨૦૧૯માં ત્યાં ગયાં હતાં. તેમને તેમનો કાર્યકાળ સફળ રીતે પૂર્ણ કરવાની અપેક્ષા હતી અને દ્વિપક્ષીય સંબંધોને એક નવી ઊંચાઈએ લઈ જવાની આશા હતી. તેમણે હવે ભારતના વિદેશ સચિવ બનેલા હર્ષવર્ધન શ્રીંગલાના અનુગામી તરીકે બાંગ્લાદેશમાં રાજદૂત તરીકે કાર્યભાર સંભાળ્યો. પરંતુ અપેક્ષાઓ પૂર્ણ ન થઈ અને દાસની જગ્યાએ ઢાકામાં વિક્રમ દોરાઈસ્વામી મૂકાયા છે જેઓ પણ કારકિર્દી રાજદ્વારી છે. તેમને વિદેશ બાબતોના પ્રધાન એસ. જયશંકર ખૂબ જ માનથી જુએ છે. વિક્રમને એવી આશાથી મૂકાયા છે કે તેઓ ફરીથી ભારત સાથે બાંગ્લાદેશના સંબંધોમાં લાગણીશીલ ઉષ્મા અને તેમની બહુપક્ષીય તાકાત અપાવી શકશે.

આર્થિક અને વેપારના સંબંધોને પુનઃ શક્તિશાળી બનાવવા માટે બાંગ્લાદેશને ૧૦ બ્રૉજ ગેજ લોકોમૉટિવ સુપ્રત કરવાના ભારતના પ્રયાસો કોલકાતાથી અગરતલા થઈને બાંગ્લાદેશના ચત્તોગ્રામ (ચિત્તગોંગ) બંદરગાહે પહેલું જહાજ પહોંચવા સાથે દ્વિપક્ષીય દરિયાઈ સંબંધોમાં નોંધપાત્ર સીમાચિહ્ન પ્રાપ્ત કર્યાના માત્ર એક સપ્તાહ પછી જ થયા છે. જે ચીને બાંગ્લાદેશને તાજેતરમાં આપેલી આક્રમક વિકાસ સહાયની સરખામણીમાં ફિક્કી છે.

ઑક્ટોબર ૨૦૧૯માં શૈખ હસીના ભારત આવ્યાં ત્યારે તે દરમિયાન લાઇન ઑફ ક્રેડિટની સાથે ભારતે સહાય કાર્યક્રમ અંતર્ગત આ ભારતીય જોડાણ પરિયોજનાઓનો પ્રસ્તાવ કર્યો હતો. બાંગ્લાદેશને પોતાની આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા ભારતથી નજર ફેરવીને ચીન તરફ જોવાની ફરજ પડી તેના કારણે જે રાજકીય નુકસાન થયું તે માટે આ પૂરતું નથી. તેમાં બંગાલની મહત્ત્વની ખાડીની ચોકી કરવા માટે કૉક્સ બજારમાં પેકુઆ ખાતે આધુનિક સબમરિન થાણું વિકસાવવાનો સમાવેશ થાય છે. ઉપરાંત બાંગ્લાદેશની નૌ સેનાને બે સબમરિન પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે. આ સાથે ભારતના ઈશાન માટે ખૂબ જ મહત્ત્વનું એવું, સિલ્હટના આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે નવા ટર્મિનલનો કરાર ચીનની બૈજિંગ અર્બન કન્સ્ટ્રક્શન ગ્રૂપને આપવાનો સમાવેશ થાય છે. સિલ્હટની સીમા આસામને અડે છે.

અનેક ઈશાન રાજ્યોમાં ઘૂસણખોરીને નાથવા માટે બાંગ્લાદેશને સતત સહાય મહત્ત્વનું કામ કરતી હતી. સંબંધો હવે ખાટાં થઈ રહ્યા છે, તે હદ સુધી કે શૈખ હસીનાએ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન સાથે વાતક રી છે અને કાશ્મીરનો મુદ્દો પણ ચર્ચ્યો છે ત્યારે ભારત વધુ મુશ્કેલ સુરક્ષા પરિસ્થિતિનો સામનો કરે તેવી સંભાવના છે જેનાથી તેના આર્થિક પુનર્જીવનના પ્રયાસોને પણ અસર પડશે.

સત્તાવાર નિવેદનો દ્વારા પણ આ અંતર દેખાઈ આવે છે. બાંગ્લાદેશના માહિતી પ્રધાન હસન મહેમૂદે બહુઆયામી દ્વિપીક્ષીય સહકારની વાત કરતાં બાંગ્લાદેશના સર્જનની યાદ અપાવી. "ભારતે બાંગ્લાદેશને તેની સ્વતંત્રતા પછીથી આજ સુધી બાંગ્લાદેશના આર્થિક વિકાસમાં પ્રદાન કરવાનું ચાલુ રાખ્યું છે," તેમણે કહ્યું કે "સ્વતંત્રતાના મહાન યુદ્ધમાં તેની ઐતિહાસિક ભૂમિકા માટે તેનો આભાર માનવાની જરૂર છે." જ્યારે કાશ્મીર પર પાકિસ્તાન અને બાંગ્લાદેશનાં વડાં પ્રધાનોએ વાત કરી હોવા અંગે પ્રતિભાવ આપતાં ભારતીય વિદેશ ખાતાના પ્રવક્તાએ બાંગ્લાદેશ સાથેના સંબંધોને 'સમયની કસોટી પર ખરા અને ઐતિહાસિક' ગણાવ્યા અને જમ્મુ-કાશ્મીર ભારતની આંતરિક બાબતો છે તેવા બાંગ્લાદેશના મતની પ્રશંસા કરી. પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની મંત્રણામાં કાશ્મીરનો ઉલ્લેખ ભારત માટે સારા અણસાર નથી કારણકે ચીન સંતુલન બદલવા સતત પ્રયાસો કરતું રહે છે. દ્વિપક્ષીય સંબંધોને બચાવવા અને પોષવા માટે "ભવ્ય ભૂતકાળ"ને યાદ કરવું પૂરતું રહેશે? માત્ર સમય જ કહેશે.

લેખક - નિલોવા રોય ચૌધરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.