ETV Bharat / bharat

દિલ્હી એરપોર્ટ બન્યું સોનાની દાણચોરીનું હબ - Smuggling of gold

નવી દિલ્હી: ગોલ્ડ જ્વેલરી માટે ભારતીયોનો પ્રેમ જગજાહેર છે. પરંતુ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારે માગ અને નફા કારકતાને કારણે સોનાના દાણચોરીના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 525 કરોડ રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

Gold Smuggling
સોનાની દાણચોરી
author img

By

Published : Jan 19, 2020, 11:45 PM IST

  • વર્ષ 2015માં અહીં સોનાની દાણચોરીના 355 કેસમાં 450 કિલો સોનું જપ્ત કરાયું હતું. જેની કિંમત 132 કરોડ રૂપિયા હતી. દાણચોરીના કેસમાં 190 તસ્કરોની ધરપકડ કરવામાં આવી હતી.
  • વર્ષ 2016માં દિલ્હી એરપોર્ટ પર સોનાની તસ્કરીના 240 કેસ નોંધાયા હતા. જેમાં રૂ. 76.31 કરોડનું 260 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઘટનાઓમાં 100 સ્મગલર્સની ધરપકડ કરવામાં આવી હતી.
  • વર્ષ 2017માં દિલ્હી એરપોર્ટ પર સોનાની દાણચોરીના 215 કેસ નોંધાયા હતા. જેમાં રૂ. 67.9 કરોડના મુલ્યનું 242.5 કિલો સોનું જપ્ત કરાયું હતું. આ દરમિયાન 143 તસ્કરોની ધરપકડ કરવામાં આવી હતી.
  • વર્ષ 2017ના એપ્રિલ અને મે મહિનામાં સોનાના સ્મગલિંગના 15 અન્ય કેસ નોંધાયા હતા, જેમાં 10.27 કરોડ રૂપિયાનું 32 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. જેમાં મોટા ભાગનું સોનું સિંગાપુર અને બેંગકોકથી ભારતમાં લાવવામાં આવતું હતું.
  • 2018માં સોનાની દાણચોરીના 340 કેસ નોંધાયા હતા. જેમાં અધિકારીઓએ રૂ. 113.83 કરોડની કિંમતનું 402.48 કિલો સોનું જપ્ત કર્યું હતું. આ દરમિયાન 262 તસ્કરોની ધરપકડ કરવામાં આવી હતી.
  • તો, વર્ષ 2019માં સોનાની દાણચોરીના 17 કેસ નોંધાયા હતા. જેમાં 33 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી રૂપિયા 125 કરોડ 75 લાખના મુલ્યનું સોનું કબજે કરાયું હતું.
  • જ્યારે વર્ષ 2020માં અત્યાર સુધીમાં સોનાની દાણચોરીનો એક સામે આવ્યો છે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.