ETV Bharat / bharat

વૈશ્વિક ભૂખમરાની 117 દેશોની યાદીમાં ભારત 102માં ક્રમાંકે, પાડોશી દેશો સામે ભારતની શરમજનક સ્થિતિ - ભારતમાં કુપોષણની સ્થિતિ

નવી દિલ્હીઃ વૈશ્વિક ભૂખમરાની યાદી(GHI) Global Hunger Index(વૈશ્વિક ભૂખમરાની યાદી) 2019માં ભારત 117 દેશોમાં 102માં સ્થાને છે. તેની સામે પાડોશી દેશ નેપાળ, પાકિસ્તાન અને બાંગ્લાદેશની સ્થિતિ પણ સારી છે.

hunger index
author img

By

Published : Oct 17, 2019, 1:11 PM IST

આ સમગ્ર ભૂખમરાની યાદીમાં ચીન 25માં સ્થાને છે. જ્યાં ભૂખમરાનું સ્તર ખૂબ ઓછું છે, જ્યારે શ્રીલંકામાં ભૂખમરાની સ્થિતિ પ્રમાણમાં સારી છે. રિપોર્ટ અનુસાર ભારતમાં પાંચ વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર, બાળકોનું કદ નાનું હોવુ અને ખાદ્ય અપૂરતીના કારણે ઉદ્ભવતા કુપોષણની બાબતોમાં ભારતની સ્થિતિમાં સુધારો થયો છે. વળી, કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનનો ઉલ્લેખ કરી ખુલ્લામાં શૌચની સમસ્યા હજુ પણ યથાવત્ હોવાનું આ રિપોર્ટમાં દર્શાવ્યું છે.

ભૂખમરા અને કુપોષણ પર નજર રાખનારી GHIની વેબસાઈટમાં બુધવારે જણાવ્યું કે બેલારૂસ, યૂક્રેન, તૂર્કી, ક્યુબા અને કુવૈત સહિત 117 દેશ પાંચથી ઓછા GHI આંક સાથે સર્વોચ્ચ સ્થાને રહ્યા છે. આયરલેન્ડની એજન્સી 'કન્સર્ન વર્લ્ડવાઈડ' અને જર્મનીના સંગઠન 'વેલ્ટ હંગર હિલ્ફે' દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા રિપોર્ટમાં ભારતમાં ભૂખમરાની સ્થિતિ ગંભીર હોવાનું દર્શાવ્યુ છે.

ભારત ગત વર્ષે 119 દેશોની યાદીમાં 103માં સ્થાને હતો. જ્યારે વર્ષ 2000માં 113 દેશોની યાદીમાં 83માં સ્થાને હતો. આ વખતે 117 દેશોની યાદીમાં 102 ક્રમાંકે છે. જો કે, GHI આંકની વાત કરીએ તો ભારતની સ્થિતિ પહેલા કરતા સુધરી છે. કારણ કે 2005માં 38.9 અને 2010માં 32 ટકા ભૂખમરો હતો તે 2019માં ઘટીને 30.3 ટકા થયો છે.

આ ગણતરી ચાર બાબતોને ધ્યાનમાં રાખી કરાય છે. જેમાં અલ્પપોષણ, બાળકોના કદની સાપેક્ષે ઓછું વજન, બાળકોના વજનની સરખામણીએ નાનુ શરીર અને બાળ મૃત્યુદર ધ્યાને લેવાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના પાડોશી દેશો જેવા કે નેપાળ (73), શ્રીલંકા (66), બાંગ્લાદેશ (88), મ્યાનમાર (69) અને પાકિસ્તાન (94) જેવા દેશો પણ 'ગંભીર' ભૂખમરાની શ્રેણીમાં છે. પરંતુ, તેઓએ ભારત કરતા સારું પ્રદર્શન કર્યું છે.

ભારતમાં શરીરની સરખામણીએ બાળકોનું વજન ઓછું હોવાની ટકાવારી

એક રિપોર્ટ અનુસાર ભારતમાં કદની સરખામણીએ ઓછુ વજન હોવાની ભાગીદારી 2008-2012માં 16.5 ટકાથી વધી 2014-2018માં 20.8 ટકા થઈ છે. આ ઉપરાંત 6 મહિનાથી 23 મહિના સુધીના બાળકોમાં ફક્ત 9.6 ટકા બાળકોને 'લઘુત્તમ સ્વીકાર્ય આહાર' આપવામાં આવ્યો છે. ભારતમાં શરીરની સાપેક્ષે બાળકોનું વજન ઓછુ હોવાની ટકાવારી વધુ એટલે કે 20.8 ટકા છે. આ ટકાવારી રિપોર્ટમાં સામેલ દેશોની યાદીમાં સૌથી વધુ છે. વળી, યુદ્ધ અને જળવાયુ પરિવર્તનથી પીડિત યમન એને જિબૂતી જેવા દેશોએ પણ ભારત કરતા સારી સ્થિતિએ છે તે નોંધનીય બાબત છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/rajasthan/bharat/bharat-news/global-hunger-index-2019-india-ranked-lower-than-nepal-pakistan-bangladesh/na20191017100024030

वैश्विक भुखमरी सूचकांक में नेपाल, पाकिस्तान, बांग्लादेश से भी पीछे रहा भारत

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.