ETV Bharat / bharat

કોવિડ-19 સામે લડવા વૈશ્વિક લવચિકતા - એક શ્રેષ્ઠ રસ્તો છે - વાઇરસ

પ્રવર્તમાન મહામારીનો મુકાબલો કોઈ દેશ એકલે હાથ કરી શકે તેમ નથી, કેમકે આ બીમારીને કોઈ સરહદ નડતી નથી. વિશ્વભરના દેશોની સરકારોએ સાથે મળીને લવચિકતા વધારવાની જરૂર છે.

Global flexibility
પ્રવર્તમાન મહામારી
author img

By

Published : Apr 5, 2020, 7:13 PM IST

ન્યૂઝ ડેસ્ક : વિશ્વના 180 દેશો જીવલેણ કોરોના વાઇરસના ભરડામાં આવી ચૂક્યા છે, ત્યારે તેની સામે લડત આપીને તેને હંફાવવા માટે વૈશ્વિક લવચિકતા તાતી જરૂર છે. આ મહામારીથી વિશ્વના 9,50,713 લોકો ચેપગ્રસ્ત બન્યા છે અને 48,313થી વધુ લોકો મોતને ઘાટ ઉતર્યા છે, પરંતુ સમગ્ર વિશ્વના દેશોની સરકારો સોશિયલ ડિસ્ટન્સિંગ સિવાય તેના ઝડપી ફેલાવાને અટકાવવા માટે કોઈ નક્કર ઉપાય શોધી શકી નથી.

જ્યારે જોખમો વિશે અંદાજ બાંધવો મુશ્કેલ હોય ત્યારે સ્થિતિ સ્થાપકતા મહત્ત્વની છે અને તે અલગતામાં તપાસી શકાય નહીં અને સરકારોએ જોખમો નક્કી કરવા બહુસ્તરીય પ્રક્રિયાના આધારે વ્યવસ્થાતંત્રની વિચારસરણીની માનસિકતા અપનાવવાની આવશ્યકતા છે. કટોકટીના સમયે વૈશ્વિક જોખમો સામે સરકારોની પ્રતિક્રિયા આપવાની ક્ષમતાની ચકાસણી પણ થાય છે.

લવચિકતા વધારવા વિશ્વભરના દેશોએ કુનેહપૂર્વક જાહેર જનતાનો વિશ્વાસ સુનિશ્ચિત કરવાની અને સ્થાનિક સજ્જતા અને પ્રતિસાદ સુનિશ્ચિત કરવા ખાનગી ક્ષેત્રને સાથે મળીને કામ કરવા પ્રોત્સાહિત કરવાની જરૂર છે. નાગરિક સંસ્થાનો પણ ભ્રષ્ટાચાર અને વેડફાટ અટકાવવા અને પારદર્શકતા જાળવવા માટે રખેવાળ તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આ મહામારીને કોઈ એકલદોકલ દેશથી મ્હાત આપી શકાય તેમ નથી, કેમકે તેને સરહદો નડતી નથી. એટલે, સરકારો ફક્ત પોતાની લવચિકતા વધારીને જ તેને કાબૂમાં લઈ શકે તેમ છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમનું કોવિડ એક્શન પ્લેટફોર્મ લોકોના જીવન અને આજીવિકા બચાવવા તેમજ વિશ્વભરમાં આ પ્રયાસો વધારવા હિસ્સેદારો એકત્ર કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.