- જોશીમઠ પાસે ગ્લેશિયર તૂટતા તબાહી
- રાહત અને બચાવ કામગીરી શરૂ
- જોશીમઠ ગ્લેશિર તૂટતા ડેમ તૂટ્યો
દહેરાદૂન:ગ્લેશિયર તૂટી જતા ધૌલી ગંગા નદીમાં ઘણા પગદંડી પુલ ધોવાઈ ગયા છે. DM દ્વારા નદીના કાંઠે રહેતા લોકોને મકાનો ખાલી કરાવવા આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટનામાં 150થી વધુ લોકો ગુમ થયા હોવાની આશંકા છે. આ ઘટના અંગે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. ગ્લેશિયર તૂટી જતા વહીવટીતંત્રે લોકોને બિષ્ણુપ્રયાગ, જોશીમઠ, કર્ણપ્રયાગ, રૂદ્રપ્રયાગ, શ્રીનગરથી ઋષિકેશ હરિદ્વાર તરફ અલકનંદા અને ગંગાના કાંઠે ન જવાની સલાહ આપી છે.
લોકોને નદી કાંઠેથી દૂર રહેવા અપીલ
ETV ભારત સાથે વાત કરતા ભાજપના નેતા મદન કૌશિકે પુષ્ટિ કરી છે કે, અહીં એક મોટો ગ્લેશિયર તૂટ્યો છે, જેના કારણે હરિદ્વાર,ઋષિકેશમાં પૂરનો જોખમ વધી ગયો છે. જેના કારણે લોકેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
રાહત અને બચાવ કાર્ય ચાલુ
મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતને જોશીમઠે ઘટના અંગે સચિવ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ડી.એમ.પાસેથી સંપૂર્ણ માહિતી મળેવી હતી. મુખ્ય પ્રધાન સતત સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સંબંધિત તમામ જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ચમોલી જિલ્લા વહીવટી તંત્ર, SDRFના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. લોકોને ગંગા નદીના કાંઠે ન જવાની અપીલ કરવામાં આવી રહી છે.SP યશવંત ચૌહાણે જણાવ્યું કે, તેઓ પોતે સ્થળ પર જવા રવાના થયા છે. પૂરના કારણે ઘણા લોકોના મોતની પણ આશંકા છે. હરિદ્વાર જિલ્લા અધિકારીએ નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવાનો આદેશ પણ આપ્યો છે.
વડાપ્રધાને આપી પ્રતિક્રિયા
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, તેઓ ઉત્તરાખંડની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. પીએમએ કહ્યું કે ઘટના સ્થળે લોકોની સુરક્ષા માટે સમગ્ર દેશ પ્રાર્થના કરી રહ્યો છે. પીએમએ કહ્યું કે, રાહત અને બચાવ કામગીરીના સંબંધમાં પણ તેઓ અધિકારીઓ પાસેથી સતત માહિતી લઈ રહ્યા છે.
દેવભૂમિને કેન્દ્ર પાસેથી હરસંભવ મદદ કરાશેઃ અમિત શાહ
આ પહેલા ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, ઉત્તરાખંડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, દેવભૂમિને હરસંભવ મદદ કરવામાં આવશે.
મુખ્યપ્રધાને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી
મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર રાવતે ટ્વિટ કરીને કહ્યું કે, રાહત અને બચાવ કામ શરૂ કરવામાં આવ્યું છે. લોકોને નદી કીનારે ન જવાની અપલી કરાવામાં આવી.તેમણે વધુમાં કહ્યું સરકાર જરૂર પગલા લઇ રહી છે.
ઉત્તરાખંડ સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર
ઉત્તરાખંડ સરકારે હેલ્પ લાઇન નંબર જાહેર કર્યો છે.તેમે મદદ માટે 9557444486 અને 1070 પર ફોન કરી શકો છો. તો આ સાથે IRBP ના 200થી વધુ જવાનો બચાવ કાર્ય માટે પહોંચ્યા છે. તો SDRGની 10 ટીમ ઘટનાસ્થળે હાજર છે.હરિદ્વાર, ઋષિકેશ અને શ્રીનગરમાં અલર્ટ જાહેર કરાયો .