આ અંગે કોંગ્રેસ ધારાસભ્ય નરસિંહ મિશ્રાએ અધ્યક્ષ સૂર્યનારાયણ પાત્રાને અપિલ કરી હતી કે, તેઓ મુખ્યપ્રધાન નવીન પટનાયકને આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવે અને તેનો રિપોર્ટ 12 જૂલાઈ સુધીમાં સદનમાં રજૂ કરે.
કોંગ્રેસ નેતાનું કહેવું છે કે, જો આવી ઘટના મુંબઈ અથવા દિલ્હીમાં ઘટી હોય તો સમગ્ર દેશમાં તેના પડઘા પડે.
હાલ તો આ ઘટનામાં પીડિત યુવતીઓને તેમના ઘરે મોકલી દેવામાં આવી છે તથા અધિકારીઓ દ્વારા આ ઘટના દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.શરૂઆતી તપાસમાં ચાર યુવતીઓ પ્રેગન્ટ હોવાની વાત બહાર આવી હતી. પણ તપાસ કરતા આ રિપોર્ટમાં છેડછાડ કરતા રિપોર્ટ નોર્મલ થયા હતાં. એટલા માટે કોંગ્રેસ નેતાનું કહેવું છે કે, આ કેસમાં યોગ્ય તપાસ થાય.
આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં રાજ્યની હોસ્ટેલમાં લગભગ 117 કેસ આવી ચૂક્યા છે જેમાં આદિવાસી યુવતીઓ પ્રેગન્ટ બની હોય. તેથી પ્રાપ્ત વિગતો મુજબ અહીં યૌન શોષણની ઘટનાઓ દિવસે દિવસે વધતી જાય છે જેને લઈ વિધાનસભામાં ચિંતન કરવામાં આવ્યું હતું.-