તમિલનાડુના કોઈમ્બતુરમાં કવિતા નામની એકાઉન્ટન્ટ યુવતીએ પોતાના શ્વાન માટે જીવન ટુંકાવ્યું. કવિતાએ પરિવાર માટે એક નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે મારા શ્વાનનું ધ્યાન રાખજો. પરિવાર દ્વારા કવિતાને શ્વાનને છોડવા માટે દબાણ કરવામાં આવતું હતું. જેથી તેણીએ આ પગલું ભર્યું હતું.
કવિતાએ બે વર્ષ પહેલા આ શ્વાન ખરીદ્યું હતું, પંરતુ આ શ્વાન રોજ અડધી રાતે ખુબ જ ભસતું હતું, જેની પાડોશી વારંવાર તેના પિતાને ફરિયાદ કરતા હતાં. તેથી પિતા પણ છુટકારો મેળવવા તેના પર દબાણ કરતા હતા. જે કવિતાને મંજુર નહોતું. તેથી તેણીએ શ્વાનને છોડવાને બદલે જીંદગી છોડવાનું નક્કી કર્યુ અને આખરે ઓરડામાં જીવન ટુંકાવ્યું. જોકે કવિતાએ પરિવાર માટે એક નોટ પણ લખી હતી, જેમાં લખ્યું હતું કે મારા શ્વાનનું ધ્યાન રાખજો.