નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર ગિરીશચંદ્ર મુર્મુએ શનિવારે ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ (CAG)ના પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવનએ આ માહિતી આપી હતી.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા કહેવામાં આવ્યું છે કે, મુર્મુએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ સમક્ષ કેગના પદના શપથ લીધા હતા. મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં યોજાયેલા એક સમારોહમાં કેગ પદના શપથ લીધા હતા.
પ્રકાશન અનુસાર ગુજરાત કેડરના 1985 બેચના ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી (નિવૃત્ત) મુર્મુનો કેગ તરીકેનો કાર્યકાળ 20 નવેમ્બર 2024 સુધીનો રહેશે.
કેગ એક બંધારણીય પદ છે જેના પર પ્રાથમિક જવાબદારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના ખાતાઓનું ઓડિટ કરવાની છે.
કેગના ઓડિટ રિપોર્ટ્સ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં રજુ કરવામાં આવે છે.