નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ દિલ્હીના શાહીન બાગમાં છેલ્લા 50થી પણ વધુ દિવસથી આંદોલન ચાલી રહ્યાં છે. જેના પર કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે ટ્વિટ કરી કહ્યું કે, અહીં સ્યુસાઇડ બોમ્બર બનાવવામાં આવી રહ્યાં છે.
તમને જણાવી દઇએ કે, AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, શાહીન બાગ 8 ફેબ્રુઆરી બાદ જલીયાવાળા બાગ બની જશે.અસદુદ્દીન ઓવૈસીના આક્ષેપ પર પ્રહાર કરતા ભાજપ નેતા ગિરિરાજ સિંહે કહ્યું કે, ઓવૈસીનું નિવેદન ઝેર જેવું છે. ઓવૈસી શાહીન બાગમાં ઝેર ઉત્પન્ન કરી રહ્યાં છે. કેજરીવાલ અને કોંગ્રેસ તેનું સમર્થન કરી રહી છે. વધુમાં કહ્યું કે, આ એ જ ઓવૈસી છે, જે સંસદના રાષ્ટ્રગાનમાં ક્યારેય હાજર રહેતા નથી, તે ભારતના વિરૂદ્ધ નથી, તો બીજી શું છે?
મહત્વનું છે કે, દિલ્હી ચૂંટણીના સમગ્ર પ્રચાર-પ્રસારમાં શાહીન બાગ જ હાઇલાઇટ રહ્યું હતું. જેના પર રાજકીય પક્ષોએ પોત-પોતાના રોટલા શેક્યા હતાં. હવે 8 ફેબ્રુઆરીએ મતદાન અને 11 ફેબ્રુઆરીના રોજ મતગણતરી થયા બાદ જ સાચું ચિત્ર સ્પષ્ટ થશે.