કોલકાતા : નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના ડાયરેક્ટર જનરલ એસ.એન.પ્રધાને જણાવ્યું છે કે જો દેશમાં કોવિડ-૧૯ના વધતા જતા કેસના કારણે કરવામાં આવેલા લોકડાઉનમાં જો એનડીઆરએફની સેનાની જરૂર પડી તો તેની એનડીઆરએફે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
પ્રધાને કહ્યું કે, તેમની તૈયારીના ભાગરૂપે કોવિડ-19 રાજ્યના નિયંત્રણ રૂમમાં ફોર્સના જવાનો પણ હાજર છે. તેમણે કહ્યું, 'અમે બટાલિયન 84 સ્મોલ કોર ટીમો બનાવી છે. દળ વ્યક્તિગત સુરક્ષા સાધનો સાથે દરેક બટાલિયનમાં 600 જવાનોને જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને માહિતી આપી છે કે અમારા કર્મચારી તૈયાર છે અને જ્યારે પણ જરૂર પડે, ત્યારે અમને પ્રોટોકોલ મુજબ બોલાવી શકાય છે.
તેમણે કહ્યું કે અમારા લોકો રાજ્યોના સમર્પિત નિયંત્રણ કંટ્રોલ રૂમમાં તૈનાત કરવામાં આવ્યા છે અને અમે માહિતી, કામ, જવાબદારી માટે સ્થાનિક વહીવટની સાથે છીએ.એનડીઆરએફમાં 12 બટાલિયન છે અને દરેક બટાલિયનમાં 1150 જવાન છે.
પ્રધાને કહ્યું કે બિહાર અને તમિલનાડુએ કોરોના વાઇરસની રોકવા માટે એનડીઆરએફની મદદ લીધી છે. તેમણે કહ્યું કે ગુરુવારે બિહાર સરકારે સ્થાનિક પોલીસ અને તબીબી કર્મચારીઓને મદદ કરવા માટે એનડીઆરએફની બે ટીમો પટણા અને મુંગરોમાં રાખવા માગ કરી હતી, જ્યારે તમિલનાડુએ રેલ્વે સ્ટેશનો માટે અમારો સહયોગ માગ્યો છે.
પ્રધાને કહ્યું કે, ફોર્સ કર્મચારીઓને પ્રાથમિક સારવાર અને હોસ્પિટલની પૂર્વ-સારવાર માટે તાલીમ આપવામાં આવી છે અને તેઓ આરોગ્ય કર્મચારીઓ માટે રાજ્યોને સમર્થન આપી શકે છે.