ETV Bharat / bharat

NIHના વૈજ્ઞાનિકોએ અન્ય કોરોના વાઇરસથી સાર્સ-કોવ-2ને અલગ પાડતી અનુવાંશિક ખાસિયતો શોધી કાઢી - નેશનલ લાયબ્રેરી ઓફ મેડિસિન

નેશનલ લાયબ્રેરી ઓફ મેડિસિન (NLM)ના વૈજ્ઞાનિકોએ સામાન્ય રીતે કોવિડ-19 તરીકે ઓળખાતા સાર્સ-કોવ-2ની કેટલીક અનુવાંશિક ખાસિયતોને શાધી કાઢી છે. તે સાથે તેઓએ કોરોના વાઇરસના પરિવારથી તેઓને અલગ પાડતા અન્ય ઘાતક ગણાતા કોરોના વાઇરસને પણ શોધી કાઢ્યો હતો.

NIH ના વૈજ્ઞાનિકોએ અન્ય કોરોના વાઇરસથી સાર્સ-કોવ-2ને અલગ પાડતી અનુવાંશિક ખાસિયતો શોધી કાઢી

author img

By

Published : Jun 17, 2020, 4:30 AM IST

હૈદરાબાદ: આ વાઇરસના અનુવાંશિક વિશ્લેષણની સાથે આ વૈજ્ઞાનિકોના તારણથઈ ભવિષ્યના કોરોના વાઇરસથી ફેલાનારો રોગચાળો કેટલો ખતરનાક અને ઘાતક હશે તે અંગે આગાહી કરવામાં મદદ મળી રહેશે. તદઉપરાંત તેઓના આ સંશોધનના કારણે માનવીને ચેપ લગાડવાની ધરખમ ક્ષમતા ધરાવતા પ્રાણીઓના કોરોના વાઇરસને પણ શોધી કાઢવામાં મદદ મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના કારણે અત્યાર સુધીમાં વિશ્વભરાં 3,80,000 લોકોના મોત થયા છે. આ કટોકટીના કારણે જ સાર્સ-કોવ-2ના અત્યંત ઝડપી સંક્રમણમાં મહત્વની ભૂમિકા ભજવતી અનુવાંશિક ખાસિયતો અ તેના ઉદભવનો ઇતિહાસ સમજવાની તાતી જરૂર ઉભી થઇ છે.

અમારા આ સંસોધનમાં અમે માનવજાતમાં ખુબ જ ગંભીર રોગચાળો ફેલાવતા કોરોના વાઇરસની અસાધારાણ એવી અનુવાંશિક ખાસિયતો શોધી કાઢી છે એમ આ સંસોધન લખનારા અગ્રણી લેખક અને NLMના નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફર્મેશનના આંતાક રિસર્ચ પ્રોગ્રામના મહત્વના સંશોધક એવા ડો. યુજીન કુનિને કહ્યું હતું.

અમે એવી કેટલીક ખાસિયતોને શોધી શક્યા છીએ જે ઓછા ઘાતક અને ઓછો ચેપ ફેલાવતા કોરોના વિરસમાં જોવા નથી મળી તદઉપરાંત તે ખાસિયતો માનવીની રોગકારકતા સાથે સુસંગત હોઇ શકે છે. અમારું તારણ અને અવલોકન કેટલી હદે સુસંગત છે તે બાબતની વાસ્તવિકતા તો હાલ ચાલી રહેલાં પ્રયોગોમાંથી જ જાણવા મળશે એમ કુનિને કહ્યું હતું.

અહેવાલ અનુસાર સંસોધકોએ અન્ય કોરોના વાઇરસની આનુવાંશિકતા સામે સાર્સ-કોવ-2ના અનુવંશની સરખામણી કરવા જેનોમિક એન્ડ મશીન લર્નિંગ ટેકનીકનો ઉપયોગ કર્યો હતો. તેઓએ સાર્સ-કોવ-2 અને અન્ય વધુ ઘાતક એવા કોરોના વાઇરસના પ્રોટિનની કેટલીક ખાસિયતો પણ શોધી કાઢી હતી. શોધી કઢાયેલી ખાસિયતો આ કોરોના વાઇરસની વધુ ઘાતકતાના પ્રમાણ અને એક પ્રાણીમાંથી માનવીમાં પ્રસરી જવાની ક્ષમતા સાથે તદ્દન બંધબેસતી જોવા મળી હતી.

આ ખાસિયતોમાં ન્યુક્લિયોકેપસિડ અને સ્પાઇક નામના બે વાઇરસના પ્રોટિનમાં એમિનો એસિડના કેટલાંક ચોક્કસ પાંચ સ્ટ્રેચીસને દાખલ કરવા જેવી બાબતનો સમાવેશ થાય છે. આ ખાસિયતો વધુ ઘાતક ગણાતા કોરોના વાઇરસમાં અને ચામાચિડિયા જેવા પ્રાણીને ચેપ લગાડતા તેઓના સૌથી નજીકના સગાંઓમાં જોવા મળી હતી પરંતુ ઘાતક ન હોય એવા અન્ય ચાર માનવીય કોરોના વાઇરસમાં જોવા મળી નહોતી એમ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું.

આ નાવિન્યપૂર્ણ સંસોધન વૈજ્ઞાનિકોની સાર્સ-કોવ-2 અંગેની સમજને વધુ ઉંડાણપૂર્વકરીતે સમજવામાં અને કોવિડ-19ની સામે હાથ ધરાતી કાર્યવાહીમાં જરૂરી મદદ અંગે હાલની સમજને વધુ સુધારવામાં અત્યંત મહત્વનું પૂરવાર થશે. આ વિશ્લેષણની મદદથી કરવામાં આવનારી આગાહીથી સંભવિત રીતે કોની સારવાર જરૂરી છે તેની માહિતી આપી શકાશે એમ NLM ના ડાયરેક્ટર પેટ્રિસિયા ફ્લેટલી બ્રેનને કહ્યું હતું.

અત્રે નોંધવું આવશ્યક છે કે NIH નો એક ભાગ ગણાતી NLM બાયોમેડિકલ ઇન્ફર્મેટિક અને ડેટા સાયન્સના ક્ષેત્રે થતાં સંસોધનોમાં અગ્રણી સંસ્થા ગણાય છે, અને વિશ્વની સૌથી મોટી બાયોમેડિકલ લાયબ્રેરી છે. NLM આરોગ્યના ક્ષેત્રની માહિતીના રેકોર્ડિંગની, જમા કરવાની, પુનઃ પ્રાપ્ત કરવાની અને જાળવણી કરવાની પધ્ધતિ અંગે થતાં સંસોધનોને સહાય કરે છે અને પોતે પણ આ પ્રકારના સંસોધનો કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.