બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીની પ્રેસ કૉન્ફરન્સ
- BSP પ્રમુખ માયાવતીએ પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. જેમાં કોંગ્રેસ પર નિશાન સાંધ્યું હતુ, માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસે રાજસ્થાનમાં ચૂંટણીમાં BSP ધારાસભ્યોનો વિલય કર્યો છે. અમે સુપ્રીમ કોર્ટ સુધી જશું. કોંગ્રેસને પાઠ ભણાવવો જરુરી છે.
- બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યોને કોંગ્રેસમાં વિલય વિરુદ્ધ હાઈકોર્ટમાં ફરી અરજી દાખલ કરી છે. અરજી ભાજપના ધારાસભ્ય મદન દિલાવરે કરી છે. આ પહેલા હાઈકોર્ટે તેમની અરજી રદ્દ કરી હતી.
- મુખ્યપ્રધાન બન્યા બાદ ગહેલોતે અમારા 6 ધારાસભ્યોને ગૈરકાનૂની રીતે પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે.
- અનેખ વખતે બહુજન સમાજ પાર્ટીને કોંગ્રેસે ધોખો આપ્યો છે.
- કોંગ્રેસની સરકાર રહે કે નહિ, પરંતુ દોષ ગહેલોતનો જ હશે.
- બીએસપી પાસે હવે કોર્ટમાં જવા સિવાય કોઈ વિક્લપ નથી.
- અમે નક્કી કર્યું છે કોંગ્રેસને પાઠ ભણાવવો જરુરી છે
- ગહેલોતનું નિવેદન રમજુભર્યું છે. તેમણે ખુદ પોતે અમારા ધારાસભ્યોની ચોરી કરી ત્યારે યાદ ન આવ્યું કે, અસંવૈધાનિક છે કે નહી, અમારા ધારાસભ્યો બસપાની ટિકીટ પર જીત્યા હતા.
- પોતે ખોટું કામ કરે છે અને આરોપ અમારી ઉપર નાંખે છે.
- કોરોના મહામારીથી સમગ્ર દુનિયા ચિંતીત છે. કોરોના સંક્રમણને રોકવા અનેક પગલા ભર્યા છે.હજુ ત્રણ-ચાર દિવસમાં અનલૉક-4 જાહેર થશે. મારો કેન્દ્ર સરકારને આગ્રહ છે કે, સરકાર યોગ્ય પગલું ભરે,
અશોક ગહેલોતની કેબિનેટ બેઠક શરુ
- પ્રધાનો મુખ્યપ્રધાનના આવાસ પર પહોચ્યાં
- મુખ્ય સચિવ રાજીવ સ્વરુપ પણ પહોચ્યાં સીએમ આવાસ
- રાજ્યપાલને મોકલવામાં આવશે પ્રસ્તાવ
જયપુર : રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય નાટકની વચ્ચે મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કેબિનેટ બેઠક બોલાવી છે. વિધાનસભા સત્ર બોલાવવા માટે ફરી એક વખત મુખ્યપ્રધાન અશોક ગહેલોતે તેમના મંત્રિમંડળની બેઠક કરવા જઈ રહ્યા છે. આજે કેબિનેટ બેઠક બોલાવી છે. જેનાથી માનવામાં આવી રહ્યું છે કે, વિધાનસભા સત્ર ને લઈ કોઈ નવો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવશે. જેને રાજભવન મોકલવામાં આવશે.
આ સાથે કોરોના વાઈરસના વધી રહેલા સંક્રમણને કારણે કેટેલાક નિર્ણયો મંત્રિમંડળ તરફથી લેવામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે, વિધાનસભા સત્ર બોલાવવા માટે 1 અઠવાડિયામાં આ ત્રીજી કેબિનેટ બેઠક યોજાઈ રહી છે. રાજભવન તરફથી કેટલાક કારણોસર વિધાનસભા સત્ર બોલાવી શકાયું નહીં. આવી સ્થિતિમાં હવે નવા પ્રસ્તાવને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવશે. જે રાજભવન મોકલવામાં આવશે.
જોકે, રાજ ભવન દ્વારા આપવામાં આવેલા વાંધાને કારણે વિધાનસભા સત્ર બોલાવી શકાયું નહીં. આવી સ્થિતિમાં હવે નવી દરખાસ્તને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવશે, જે રાજભવનને મોકલવામાં આવશે.