લોકોનું કહેવું છે કે, ગંગા માં એ ઘરમાં દર્શન આપ્યાં છે. જેથી ગંગા સ્નાન ઘરમાં થઈ રહ્યું છે. અંદાજે 500 ઘરોમાં પાણી ભરાયા છે. જેના કારણે લોકો શ્રદ્ધા ભાવ સાથે ગંગામાં સ્નાન કરી રહ્યા છે.
પ્રયાગરાજની બંને નદીઓમાં સ્નાન કરવા માટે ઘાટ પર જવું પડતું હતુ. પરંતુ હવે ગંગા-યમુનાનું જળસ્તર વધવાથી ઘરોમાં પાણી ભરાયા છે. ત્યારે એક તરફ પુરની સમસ્યા છે. તો બીજી તરફ ગંગા મૈયા ઘરમાં આવવાથી લોકો ખુશ છે.