મધ્ય પ્રદેશઃ રાજ્યના બડવાની જિલ્લાના ઠીકરીમાં પતિની હાજરીમાં 4 બદમાશો દ્વારા મહિલા પર સામુહિક દુષ્કર્મ આચરવાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે, આ ઘટના 14 જુલાઇએ ઘટી હતી, પરંતુ પીડિતાના પરિવારે મોડી સાંજે ઠીકરી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતાં વિસ્તારમાં સનસનાટી ફેલાઇ હતી. પોલીસે પણ આગળીની કાર્યવાહી હાથ ધરી છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-3 પર જુલવનીયા નજીક રહેતી 30 વર્ષીય મહિલા પોતાના પતિ સાથે બાઇક પર કટનીપુરા જઈ રહી હતી. બાયપાસ નજીક મહિલા નિત્યક્રમ માટે રોકાઈ હતી અને નજીકની નર્સરીના જંગલમાં ગઈ હતી. મહિલાનો પતિ બાઈક આગળ ઉભો હતો.
મહિલાને આવવામાં બહુ સમય વીતી જતાં તેનો પતિ નર્સરીના જંગલની અંદર ગયો હતો. ત્યાં મહિલાના પતિએ જોયું તો 4 બદમાશો મહિલાને ઘેરીને ઉભાં હતાં. 2 બદમાશોએ મહિલાના પતિને ડંડાથી માર માર્યો હતો અને તેને પકડી લીધો હતો. બીજા 2 નરાધમોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.
દંપતિ પાસે રહેલા 24 હજાર રોકડા પણ બદમાશોએ લૂંટી લીધાં હતાં. જો દંપતિ પોલીસ સ્ટેશને જાણ કરશે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ 4 નરાધમોએ તેમની ગાડીની નંબર પ્લેટ કપડાથી છુપાવી રાખી હતી. આ નરાધમો થોડે સુધી ચાકુ બતાવીને દંપતિના બાઈક સાથે ગાડી ચલાવી હતી. આ ઘટનાની જાણ થયા, પછી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળી કાર્યવાહી હાથ ધરી છે.