રાષ્ટ્રના પિતા મહાત્મા ગાંધીને મધ્યપ્રદેશ સાથે ખુબ લગાવ હતો. મધ્યપ્રદેશમાં બાપુની બીજી સમાધી અહીં છે. અહીં, બાપુની સાથે તેમના પત્ની કસ્તુરબા ગાંધી અને અંગત સચિવના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિશ્વમાં અહિંસાના ઉપદેશ આપનાર બાપુની જન્મજયંતિ અને પુણ્યતિથિએ દિલ્હીના રાજઘાટ ખાતે રાષ્ટ્ર અનેક લોકો પહોંચે છે, પરંતુ રાજઘાટ સિવાય બાપુની સમાધિ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના કુકરા બસાહત ગામમાં પણ છે. રાજઘાટ બાદ આ ગાંધીજીની બીજી સમાધી છે. જો કે, 2017માં ડૂબવાના કારણે આ વસાહતને કુકરા આવાસમાં વિસ્થાપિત કરવામાં આવી હતી.
ગાંધીજીની 150મી જન્મ જયંતિ પર ઇ ટીવી ભારતે નર્મદા નદીના કાંઠે વસેલું કુકરા ગામની મુલાકાત લીધી હતી. જ્યાં જાન્યુઆરી 1965માં ગાંધીવાદી કાશીનાથ ત્રિવેદીએ ગાંધીજી, કસ્તુરબાના અને મહાદેવભાઈ દેસાઇની રાખ લાવીને 1965ના રોજ બનેલી નર્મદાના કાંઠે ઐતિહાસિક સમાધીનો પાયો નાખ્યો હતો. અહીંના રાજઘાટ પર ગાંધીજીની જન્મજયંતિ અને પુણ્યતિથિએ અનેક લોકો પહોંચી મૌન પાળે છે.
અહીં દર વર્ષે 12 ફેબ્રુઆરીએ સમગ્ર તાલુકામાં સરકારી રજા પાળી બાપુની સ્મૃતિમાં સર્વોદય મેળો યોજાય છે, જ્યાં લોકો ગાંધીજીની સમાધિ પર પહોંચી મૌન પાળે છે. જો કે, બદલાતા સમય સાથે આ સ્થાન વિશે વહીવટીતંત્રનું વલણ પણ બદલાયું છે, જ્યારે સરદાર સરોવર ડેમ બન્યો, ત્યારબાદ નર્મદાના કાંઠાનું આ સમાધિ સ્થળ ડૂબમાં ગયું હતું. જો કે, વહીવટી તંત્ર દ્વારા આ સ્થળને વિસ્થાપિત કરી દેવામાં આવ્યું છે.