1927-28માં સમગ્ર ભારત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજોવની વિરુદ્ધમાં નારાઓ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા. આજ સમયે માત્ર 28 વર્ષની ઉંમરે જ સિવાન જિલ્લામાં મહારાજગંજમાં એક યુવાન, ઉમાશંકર પ્રસાદ પણ અંગ્રેજોની વિરુદ્ધ મહત્વની ભૂમિકામાં હતા.
ઉમાશંકરે પોતાના સ્વખર્ચે પોતાની જ જમીનમાં અંગ્રેજોની વિરુદ્ધ સ્કૂલની શરૂઆત કરી હતી. તેમણે યુવાનોને અંગ્રેજોની શાસન સામે પાઠ ભણાવવા યુવાનોને તૈયાર કર્યા હતા. ઉમાશંકરે પોતાની બહાદૂરી અને હિમ્મતથી અંગ્રેજોનો પરસેવો પાડી દીધો હતો.
ત્તત્કાલિન સમયના સમાજસેવી જગદીશ પ્રસાદ જણાવે છે કે, 1928માં સ્વતંત્રતા માટે સમગ્ર દેશ મહાત્મા ગાંધીની સાથે ફરીને લોકોને જાગૃત કરી રહ્યા હતા. આ જ ક્રમમાં મહાત્મા ગાંધીએ મહારાજગંજમાં પણ આવ્યા હતા.
જગદીશ પ્રસાદે આગળ જણાવ્યું હતું કે, તેમણે મહાત્મા ગાંધીની આગળ ચાંદીના 1001 રુપિયાના સિક્કા ધરી અને કહ્યું હતું કે, બાપૂ...દેશની આઝાદીમાં અંગ્રેજો વિરુદ્ધની ચળવળમાં રુપિયાની કોઈ કમી આવવી ન જોઈએ. મારા તરફથી આ ભેટ સ્વિકારો.
ઉમાશંકર પ્રસાદના પૌત્ર પ્રમોદ રંજને કહ્યું કે, ઉમાશંકર પ્રસાદનો બળવો અને સેનાને આર્થિક મદદ આપવાને કારણે અંગ્રેજોએ 1942માં ઉમાશંકરને જોતા જ ઠાર કરવાની જાહેરાત કરી હતી. પણ જ્યારે નસ નસમાં દેશભક્તિનું લોહી દોડતું હોય તેને કોણ રોકી શકે !
પ્રમોદ રંજને આગળ જણાવ્યું હતું કે, દાદા ઉમાશંકર પ્રસાદ જમીનદાર હોવા છતાં પણ તેમણે આ લડાઈમાં બરાબરનું ઝંપલાવી દીધું હતું. જેને કારણે ટોમી સૈનિકોએ ઉમાશંકરની શાળામાં આગ લગાવી દીધી, તથા દુકાનમાંથી અમુક સામાન પણ ઉઠાવી ગયા હતા.
પ્રમોદ આગળ જણાવે છે કે, આઝાદી બાદ દેશહિતમાં ઉમાશંકરે સરકાર તરફથી મદદ લેવાની પણ ના પાડી દીધી હતી.મીઠા સત્યાગ્રહ, અસહયોગ આંદોલન, ભારત છોડો આંદોલનમાં તેમની ભૂમિકાને જરા પણ નજરઅંદાજ કરી શકાય નહી. તેમણે જણાવ્યું હતું કે, તેમના દાદા ઉમાશંકર પ્રસાદ 1962 અને 1967માં મહારાજગંજ વિસ્તારમાં બ વાર વિધાનસભામાં ચૂંટાઈને પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
15 ઓગસ્ટ 1985...ઉમાશંકર બાબૂએ આ દુનિયામાંથી વિદાય લીધી. સ્વ. ઉમાશંકરને આજે પણ મહારાજગંજમાં ગાંધી અને માલવીયા કહેવાય છે.