ન્યુયોર્ક: ભારત, જર્મની, બ્રાઝિલ અને જાપાન - G4 દેશોએ બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બાકી સુધારાઓ માટે નિર્ણાયક પગલા ભરવા આહ્વાન કર્યું હતું.
વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વિટ કર્યું છે કે G4 વિદેશ પ્રધાનોની બેઠકમાં શામેલ થઇને સંયુક્ત રાષ્ટ્રના 75 માં વર્ષ દરમિયાન યુએન સિક્યુરિટી કાઉન્સિલના સુધારા માટે નિર્ણાયક પગલા ભરવા આહ્વાન કરાયું હતું.
G4 વિદેશ પ્રધાનોની બેઠક સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રની બહાર થાય છે. કોવિડ -19 રોગચાળાને કારણે ઉચ્ચ-સ્તરનું સત્ર ડિજિટલ રીતે યોજવામાં આવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રના 75 માં વર્ષમાં, ભારત આવતા વર્ષે 1 જાન્યુઆરીથી સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે પોતાનો 2 વર્ષનો કાર્યકાળ શરુ કરશે.