નવી દિલ્હીઃ વરિષ્ઠ IAS અધિકારી ગિરીશ ચન્દ્ર મુર્મૂની ભારતના નવી સીએજી (Comptroller and Auditor General) તરીકે નિમણુક કરવામાં આવી છે. તેમણે 5 ઓગસ્ટના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
ગિરીશ ચન્દ્ર મુર્મૂ ગુજરાત કૈડરના IAS અધિકારી છે. તેમણે ગત વર્ષે ઓક્ટોબરમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યાં હતાં. તેમજ ગુજરાતમાં જ્યારે મુખ્યપ્રધાન નેરન્દ્ર મોદી હતા તે સમયગાળામાં તેઓ નરેન્દ્ર મોદીના પ્રધાન સચિવ પણ રહી ચુક્યા છે.
ભારતના CAG રાજીવ મહર્ષિના બદલે ગિરીશ ચન્દ્ર મુર્મૂની નિમણુક કરવામાં આવી છે. તેમના શપથ સમારોહનું આયોજન શનિવારે કરવામાં આવ્યું છે.
જ્યારે જમ્મુ કાશ્મીરમાં ઉપરાજ્યપાલના પદે કેન્દ્રિય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હાની નિમણુક કરવામાં આવી છે.