રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદવાની છે, જેનું નામ છે S-400 Triumph. નાટો દેશોમાં આ મિસાઇલ સિસ્ટમને SA-21 Growler તરીકે ઓળખવામાં આવે છે. રશિયાની S-400 Triumph મિસાઇલ સિસ્ટમ અત્યારે સૌથી આધુનિક લૉન્ગ રેન્જ મિસાઇલ સિસ્ટમ છે. ભારતે રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદવાના કરાર કર્યા છે. જોકે અમેરિકાએ તેની સામે નારાજગી દર્શાવી છે અને ભારત ખરીદી કરે તો તેની સામે અમેરિકા પોતાના કાયદાનો ઉપયોગ કરી પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપે છે.
મોસ્કોની સુરક્ષા માટે 2007માં પ્રથમવાર આ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સિસ્ટમમાં લૉન્ચર હોય છે તેનાથી 48N6 સિરિઝની મિસાઇલ્સ છોડી શકાય છે. આ મિસાઇલ મોટું નુકસાન કરવા માટે સક્ષમ છે. 2007ના વર્ષમાં પ્રથમવાર S-400નો ઉપયોગ થયો હતો, જે અગાઉના S-300 વર્ઝનનું અપડેટ કરેલું વર્ઝન હતું. એકથી વધારે સિસ્ટમ એક સાથે કામ કરી શકે છે તેથી આ મિસાઇલ સિસ્ટમ બહુ ટેક્ટિકલ ગણાય છે.
ભારત રશિયાના વિશિષ્ઠ સંબંધો
ભારત અને રશિયા વચ્ચે પ્રથમથી જ સારા સંબંધો રહ્યા છે. રશિયાના પ્રમુખ સાથેની મુલાકાત બાદ સંયુક્ત અખબારી નિવેદનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત અને રશિયાની દોસ્તી અનોખી છે. પ્રમુખ પુટીન આ અનોખા સંબંધો માટે પ્રતિબદ્ધ છે તેના કારણે બંને વચ્ચેના સંબંધોને નવી ઉર્જા મળશે. બંને દેશોના સંબંધો વધારે મજબૂત બનશે અને આપણા વ્યૂહાત્મક અને વિશેષ સંબંધો નવી ઊંચાઈ હાંસલ કરશે.
ચીને પણ ખરીદી છે આ સિસ્મટ
રશિયા પાસેથી S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદનાર પ્રથમ દેશ ચીન જ હતો. ચીન અને રશિયા વચ્ચે 2014માં આ સિસ્ટમ ખરીદવા માટેના કરાર થયા હતા. રશિયાએ ચીનને આ સિસ્ટમ હેઠળ મિસાઇલ આપવાનું શરૂ પણ કરી દીધું છે. જોકે અત્યાર સુધીમાં કેટલી મિસાઇલ્સ આપવામાં આવી તેની જાણકારી ઉપલબ્ધ નથી.
ચીન અને પાકિસ્તાન સામે ઉપયોગી
રશિયાની S-400 મિસાઇલ સિસ્ટમ મિસાઇલ હુમલાને તોડી પાડવા માટેની છે. બેલેસ્ટિક મિસાઇલનું આક્રમણ આ સિસ્ટમ અટકાવી શકે છે. દુશ્મન દેશ તરફથી મિસાઇલ છોડવામાં આવે કે તરત તેને પારખી લેવામાં આવે છે અને હવામાં જ તેને તોડી પાડવામાં આવે છે. દુશ્મન દેશ તરફથી મિસાઇલનો હુમલો થાય તેની પાંચ જ મિનિટમાં આ સિસ્ટમને કામ કરતી કરી શકાય છે.
S-400 મિસાઇલ સિસ્ટમની વિશેષતાઓ
આ મિસાઇલ સિસ્ટમથી એક સાથે 36 ટાર્ગેટ પર હુમલો થઈ શકે છે
મિસાઇલોનો મારો થાય ત્યારે આ સિસ્ટમ 100થી 300 એર ટાર્ગેટ પારખી શકે છે.
600 કિમી દૂરથી મિસાઇલ છોડવામાં આવી હોય તેને પણ પારખી શકે છે.
મિસાઇલથી 400 કિમી દૂર સુધી હુમલો થઈ શકે છે
S-400 મિસાઇલ સિસ્ટમથી પાકિસ્તાન પર નજર રાખી શકાય છે.
અમેરિકાના સૌથી આધુનિક F-35 વિમાનોને પણ આ મિસાઇલથી તોડી પાડી શકાય છે.
કેવી રીતે કામ કરે છે
દરેક S-400 મિસાઇલ સિસ્ટમમાં 8 લૉન્ચર હોય છે.
તેમાં બે રડાર હોય છે એક મધ્યસ્થ મિસાઇલ કમાન્ડ સેન્ટર હોય છે.
સંપૂર્ણ મિસાઇલ સિસ્ટમમાં 72 સુધી મિસાઇલ્સ રાખી શકાય છે.
અમેરિકાનો S-400 ખરીદી સામે વિરોધ
અમેરિકા વિરોધ કરે છે કે ભારત આ સિસ્ટમ ખરીદી. કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સીઝ થ્રૂ સેન્ક્શન એક્ટ (CAATSA) એવા કાયદા હેઠળ અમેરિકા મિસાઇલના વેચાણનો વિરોધ કરે છે. ઇરાન, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોનો સામનો કરવા અને પ્રતિબંધ મૂકવા આ કાયદાનો ઉપયોગ થાય છે. આ કાયદા હેઠળ રશિયાના ઑઇલ અને ગેસ ઉદ્યોગ, સંરક્ષણ ક્ષેત્ર અને નાણાંકીય સંસ્થાઓ સામે પ્રતિબંધ મૂકવામાં આવે છે.
રશિયા સાથે વધારે સંરક્ષણ વેપાર કરતાં દેશો સામે આ કાયદાનો ઉપયોગ કરીને 12 પ્રકારના પ્રતિબંધો દેશો સામે મૂકવાનો અધિકાર અમેરિકાના પ્રમુખને મળે છે. ભારતને પણ ખરીદી ના કરવા જણાવાયું હતું, પણ હજી સુધી પ્રતિબંધો મૂકવામાં આવ્યા નથી.