તમિલનાડુઃ તમિલનાડુના કડલોરના નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશનમાં આજે બોઈલર બ્લાસ્ટ થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે 17 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
![આજે બ્વૉયલર બ્લાસ્ટ થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11:43:43:1593584023_tn-cdl-02-nlc-fire-accident-vis-photo-script-7204906_01072020105036_0107f_1593580836_900_0107newsroom_1593583476_799.jpg)
આ અકસ્માત નોવેલી લિગ્નાઈટ કોર્પોરેશનના ખાણ યુનિટ-5માં થયો હતો. મળતી માહિતી પ્રમાણે, આ અકસ્માતમાં પાંચ લોકના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે 17 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જેમને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. નોંધનીય છે કે, ગત મહિનામાં આવી જ એક ઘટનામાં 8 લોકોના મોત થયા હતાં.