ETV Bharat / bharat

લાંબા સમયથી બીમાર અરુણ જેટલી આખરે ઝીંદગી સામે હારી ગયા... - Aiims

ન્યુઝ ડેસ્કઃ પૂર્વ નાણાંપ્રધાન અરુણ જેટલીએ આજે દિલ્હી AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમની તબીયત લથડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહપ્રધાન અમિત શાહ, આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધન વગેરે નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતાં. સુષ્મા સ્વરાજ પછી અરુણ જેટલીનું નિધન એ ભારતીય રાજકારણ અને ભાજપને ન પૂરી શકાય તેવી મોટી ખોટ છે.

Arun jaitley
author img

By

Published : Aug 24, 2019, 12:44 PM IST

Updated : Aug 24, 2019, 2:26 PM IST

નરેન્દ્ર મોદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાવવામાં અરુણ જેટલીનો સિંહફાળો રહ્યો છે. મોદી માટે દિલ્હીના રાજકારણમાં અનુકુળ વાતાવરણ ઉભુ કરવામાં જેટલીએ જમીન તૈયાર કરી આપી હતી. તેમણે મોદી સરકારની પહેલી ટર્મમાં નાણાંપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. સક્રિય રાજકારણમાં આવતા પહેલા અરુણ જેટલી સુપ્રિમ કોર્ટમાં વકીલાત કરતાં હતાં. ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીની વિરુદ્વમાં યુવા મોર્ચાના સંયોજક તરીકે અરુણ જેટલીએ જબરજસ્ત વિરોધ કર્યો હતો. આ દરમિયાન અરુણ જેટલીએ અંબાલા અને તિહાડ જેલમાં રખાયા હતાં. વાજપેયી સરકારમાં પહેલીવાર તેમને કેબિનેટ પ્રધાન બનાવાયા હતાં. UPAના શાસનમાં 2009 થી 2014 સુધી અરુણ જેટલીએ રાજ્યસભામાં મજબુત વિપક્ષ નેતા તરીકે જવાબદારી સંભાળી હતી.

ભૂતપૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નિધન બાદ વડાપ્રધાન નરેંન્દ્ર મોદીએ ટ્વીટ કરી અને શોક વ્યક્ત કર્યો હતો.

સૌજન્ય ANI
વડાપ્રધાન નરેંન્દ્ર મોદીનુું ટ્વીટ

આંદોલનમાંથી આગળ આવેલા અરુણ જેટલીએ રાજકારણમાં ઝંપલાવ્યુ. ભાજપના સંગઠનને અને તેની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવામાં અરુણ જેટલીની કામગીરી નોંધપાત્ર અને અગ્રેસર રહી છે. કોલેજની કેમ્પસની રાજનીતિથી દેશની રાજનીતિની સીડી ચઢનાર અરુણ જેટલીનું રાજકારણ અનેક ઉતાર-ચઢાવથી ભરેલુ છે. 71 વર્ષની વય ધરાવતા જેટલીએ જીવનના સાડા પાંચ દાયકા રાજકારણને આપ્યા છે.

અરુણ જેટલીના રાજકીય જીવનના મહત્વના પડાવો

  • 1970- અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા.
  • 1973- જયપ્રકાશ નારાયણએ શરુ કરેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં આગળ પડતો ભાગ લીધો.
  • 1974- દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીસંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 1975- મીસા કાયદા હેઠળ કટોકટી દરમિયાન 19 મહિનાનો જેલવાસ.
  • 1977- અરુણ જેટલી જનસંઘમાં જોડાયા, એબીવીપની રાષ્ટ્રીય મંત્રી તરીકે વરણી કરાઈ
  • 1989- ભારત સરકારના એડિશનલ સોલિસિટર જનરલ તરીકે એક વર્ષ સેવા આપી.
  • 1999- 10 ડિસેમ્બર 1999થી જુલાઈ 2000 સુધી રાજ્યપ્રધાન તરીકે સેવા આપી.
  • 1999- 13 ઓક્ટોબર 1999 થી 30 સપ્ટેમ્બર 2000 સુધી સુચના અને પ્રસારણ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો.
  • 2000- 7 નવેમ્બરથી 2000થી 1 જુલાઈ 2002 સુદી કાયદાપ્રધાન તરીકેની જવાબદારી.
  • 2000- 23 જુલાઈ 2000થી 6 નવેમ્બર 2000 કાયદા મંત્રાલયના રાજયકક્ષાના પ્રધાન તરીકે સેવા.
  • 2000- એપ્રિલમાં રાજ્યસભાના સાસંદ તરીકે ચૂંટાયા.
  • 2001- 20 માર્ચ 2001થી 1 સપ્ટેમ્બર 2001 સુધી શિપિંગ મંત્રાલયનો વધારાનો હવાલો.
  • 2002- 29 જુલાઈ 2002થી 29 જાન્યુઆરી ર003 સુધી દિલ્હી યુનિવર્સિટી કોર્ટના સભ્ય બન્યા.
  • 2003- 29 જાન્યુઆરી 2003ના રોજ ગૃહ તેમજ બાહ્ય બાબતોની કમિટીના સભ્ય તરીકે નિયુક્તિ.
  • 2003- 29 જાન્યુઆરી 2003થી 21 મે 2004 સુધી કાયદા તેમજ વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન તરીકે સેવા.
  • 2004- ઓક્ટોબર 2004થી મે 2009 સુધી ગૃહવિભાગની સલાહકાર સમિતિના સભ્ય.
  • 2004- ઓગષ્ટ 2004થી મે 2009 સુધી વાણિજ્ય કમિટીના સભ્ય તરીકે સેવા.
  • 2004- ઓગષ્ટ 2004થી જુલાઈ 2009 સુધી વિશેષાધિકારી સમિતિના સભ્ય.
  • 2005- માર્ચ 2005થી માર્ચ 2010 દિલ્હી યુનિવર્સિટી કોર્ટના બીજીવાર સભ્ય બન્યા.
  • 2006- ઓગષ્ટ 2006થી ડિસેમ્બર 2009 સુધી નફા કચેરીઓની સંયુક્ત સમિતિના સભ્ય નિમાયા.
  • 2006- ઓગષ્ટ 2006થી ડિસેમ્બર 2008 નફાની કચેરીને લગતી બંધારણીય અને કાનૂની સ્થિતિની તપાસ માટે સંયુક્ત સમિતિના સભ્ય.
  • 2006- રાજ્યસભાના સાસંદ તરીકે બીજીવાર ચૂંટાયા.
  • 2006- જાન્યુઆરી 2006થી જુલાઈ 2010 સુધી વિશ્વ બાબતોની ભારતીય પરિષદના સભ્ય.
  • 2009- ડિસેમ્બર 2009થી મે 2014 સુધી સંસદ ભવનના હેરિટેજ કેરેક્ટર અને ડેવલપમેન્ટ માટેની સંયુક્ત સંસદીય સમિતિના સભ્ય.
  • 2009 ઓગષ્ટ 2009થી મે 2014 સુધી સંસદ ભવનના હેરિટેજ પાત્ર અને વિકાસની સંભાળ ઉપરાંત દેશના મહાનુભવોના સ્ટેચ્યુની સંભાળ માટેની સંયુક્ત સંસદીય સમિતિ.
  • 2009- સામાન્ય હેતુ સમિતિના સભ્ય તરીકે વરણી.
  • 2009- 3 જુન 2009થી 26 મે 2014 સુધી રાજ્યસભામાં વિપક્ષ નેતા તરીકે જવાબદારી.
  • 2009- 3 જુન 2009થી 2 એપ્રિલ 2012 સુધી વાણિજ્ય કમિટિના સભ્ય.
  • 2012- જુનથી નવેમ્બર સુધી લોકપાલ અને લોકાયુક્ત બીલ પર રાજ્ય સભાની પસંદગી સમિતિના સભ્ય.
  • 2012- રાજ્યસભાના સાસંદ તરીકે ત્રીજીવાર ચૂંટાયા.
  • 2014- 9 નવેમ્બર 2014થી 5જુલાઈ 2016 સુધી બ્રોડકાસ્ટીંગ મંત્રાલયના પ્રધાન તરીકેની જવાબદારી.
  • 2014- 2 જુન 2014થી રાજ્યસભામાં પક્ષના નેતા તરીકેની જવાબદારી.
  • 2014- 27 મે 2014થી 14 મે 2018 સુધી નાણાંપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
  • 2014- 27 મે થી 9 નવેમ્બર સુધી તેમને સંરક્ષણ મંત્રાલયનો પણ હવાલો સોંપાયો.
  • 2017- 13 માર્ચ 2017થી 3 સપ્ટેમ્બર 2017 સુધી ફરી વાર સંરક્ષણ મંત્રાલયનો હવાલો સોંપાયો.
  • 2018- ચોથી ટર્મ માટે રાજ્યસભાના સાસંદ તરીકે ચૂંટયા.

Intro:Body:

ઓીહલ 

Conclusion:
Last Updated : Aug 24, 2019, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.